મધ્ય રેલવેમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી કુર્લા પાંચમી અને છઠ્ઠી લાઈનના પ્રકલ્પનો (17.5 કિમી) અવિભાજ્ય ઘટક કુર્લા ફ્લાયઓવરના બાંધકામમાં જાન્યુઆરી 2024થી અત્યાર સુધી સારી પ્રગતિ થઈ છે.
કુર્લા-પરેલ પાંચમી અને છઠ્ઠી લાઈનમાં (10.1 કિમી) નવી રેલવે લાઈન નાખવી અને કુર્લાથી આગળના પ્રવાસીઓ પ્રવાસ સહેલો કરવા આ મહત્વના પાયાભૂત સુવિધાઓના વિકાસનો ઉદ્દેશ મધ્ય રેલવે પ્રશાસને રાખ્યો છે.
મુંબઈ રેલવે વિકાસ મહામંડળ (એમઆરવીસી) દ્વારા મુંબઈ નાગરી પરિવહન પ્રકલ્પ (એમયુટીપી) હાથમાં લેવામાં આવ્યો છે. એમયુટીપી-2માં મુંબઈ સેંટ્રલથી બોરીવલી છઠ્ઠી લાઈન, સીએસએમટી-કુર્લા પાંચમી અને છઠ્ઠી લાઈન તથા થાણે-દિવા પાંચમી અને છઠ્ઠી લાઈન છે.
આ ત્રણેય પ્રકલ્પને 2008માં મંજૂરી મળી. એમાંથી થાણેથી દિવા લાઈનનું કામ પૂરું થઈને પ્રવાસીઓ માટે શરૂ થઈ ગઈ છે. મુંબઈ સેંટ્રલથી બોરીવલી છઠ્ઠી લાઈનનું કામ તબક્કાવાર પૂરું કરવામાં આવે છે. પણ છેલ્લા અનેક વર્ષોથી સીએસએમટી-કુર્લા પાંચમી અને છઠ્ઠી લાઈનનો પ્રકલ્પ વિલંબિત રહ્યો છે.

જો કે છેલ્લા થોડા મહિનાથી આ પ્રકલ્પનું કામ ઝડપથી ચાલુ છે.હાર્બર લાઈનના પ્રવાસીઓનો પ્રવાસ ઝડપી થાય, ગિરદીનું નિયોજન થાય એ માટે મધ્ય રેલવે પ્રશાસન તરફથી ચુનાભઠ્ઠીથી તિલકનગર દરમિયાન કુર્લા એલિવેટેડ હાર્બર લાઈન ઊભી કરવામાં આવે છે.
પ્રસ્તાવિત રેલવે લાઈનને સમાવી લેવા હાર્બર લાઈનના પ્લેટફોર્મ નંબર 7 અને 8 તોડવામાં આવી રહ્યા છે. રેલવે પરિવહન માટે નવેસરથી બાંધેલો એલિવેટેડ ડેક તૈયાર કરવામાં આવે છે. ફ્લાયઓવરનો એરિયા 1.339 કિમી છે જેમાં સીએસએમટીની દિશામાં 413 મીટર રેમ્પ, પનવેલની દિશામાં 422 મીટર રેમ્પ અને 504 મીટર સપાટ ભાગ છે. કામના વ્યાપમાં એક નવી સ્ટેશન ઈમારતનો પણ સમાવેશ છે.
પૂર્વ-પશ્ચિમ દિશામાં પ્રવાસ કરનારા રાહદારીઓ માટે તિલકનગર છેડા સુધી સ્ટેશનના બધા રાહદારી પુલોને જોડતો એક સ્કાયવોક બાંધવામાં આવી રહ્યો છે.

કસાઈવાડા ખાતે ત્રણ પ્લેટફોર્મ કુર્લા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 થી 6 પરથી સીએસએમટીથી કસારા, ખપોલી, અપ અને ડાઉન લોકલ ચલાવવામાં આવે છે. પ્લેટફોર્મ નંબર 7 અને 8 પરથી સીએસએમટીથી વાશી, બેલાપુર, પનવેલ અપ અને ડાઉન લોકલ દોડાવવામાં આવે છે.
જો કે મેલ-એક્સપ્રેસ અને માલગાડીના કારણે લોકલ ફેરીઓ પર અને સ્પીડ પર મર્યાદા આવે છે. તેથી કુર્લા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7 અને 8 નજીક એલિવેટેડ માર્ગ બનાવવામાં આવી રહ્યો છે. એલિવેટેડ માર્ગનો અંત કસાઈવાડાથી સાંતાક્રુઝ-ચેંબુર લિન્ક રોડ એટલે કે એલટીટી ખાતે હશે.
કસાઈવાડા ખાતે ત્રણ પ્લેટફોર્મ બાંધવામાં આવશે. રાહદારી પુલ, સ્કાયવોક બાંધવામાં આવશે. એ સાથે જ દુકાનો, ખાદ્યપદાર્થોની દુકાનો, પ્રવાસીઓ માટે અતિરિક્ત જગ્યા પ્રદાન કરવામાં આવશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
