ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે રવિવારે વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે જીત મેળવતાં અનેક ક્રિકેટરસિયાઓ રસ્તા પર ઊતરી આવ્યા હતા અને એ જીતની જોરદાર ઉજવણી કરી હતી. થાણેના ઇન્દિરાનગર વિસ્તારમાં ફટાકડા ફોડીને ઉજવણી થઈ ૨હી હતી ત્યારે એક હ્યુન્દાઇ આઇ20 ફટાકાડાની ફૂટી રહેલી લૂમ પર થોભી ગયેલી જોવા મળી હતી. એના કારણે ટેન્શન વધી ગયું હતું.

ફટકાડાના ધુમાડાને કારણે કારની આગળ ધુમાડો ફેલાઈ ગયો હતો અને નીચે ધડાકાભેર ફટાકડા ફૂટી રહ્યા હતા. કાર થોભી ગઈ હતી અને એના દરવાજા પણ ખોલી કાઢવામાં આવ્યા હતા. ગાઢ ધુમાડો જોઈને સ્થાનિક રહેવાસીઓને કોઈ દુર્ઘટના થઈ શકે એવો અંદાજ આવી જતાં તેઓ પાણીની બાલદી લઈને દોડ્યા હતા. જોકે ફટાકડાની લૂમ ફૂટી ગઈ, પણ કારમાં કોઈ ધડાકો ન થતાં બધાએ રાહતાનો શ્વાસ લીધો હતો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
