September 16, 2024
11 11 11 AM
King Johnnie Casino Australia Login, Free Spins, Bonus Code
શ્રાદ્ધ પક્ષ, આ 4 કામથી તમારા પૂર્વજોને મળશે મોક્ષ
અવસાન નોંધ
રેલવે પ્રવાસીઓની સુવિધા માટે વોટ્સએપ હેલ્પલાઈન સેવા
શ્રી ઘાટકોપર કપોળ મહાજન દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન
સમસ્ત મુંબઈના જૈન સંઘોની તા. 22મીએ સામૂહિક રથયાત્રામાં  1 લાખ લોકો ઉમટશે
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રસ્તાઓનો દરજ્જો સારો રહે એ માટે આઈઆઈટીની નિમણુક
બજાર બંધ થયા પછી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, સ્ટોક પર રાખો નજર; 2 વર્ષમાં 700% રિટર્ન
Breaking News
King Johnnie Casino Australia Login, Free Spins, Bonus Code શ્રાદ્ધ પક્ષ, આ 4 કામથી તમારા પૂર્વજોને મળશે મોક્ષ અવસાન નોંધ રેલવે પ્રવાસીઓની સુવિધા માટે વોટ્સએપ હેલ્પલાઈન સેવા શ્રી ઘાટકોપર કપોળ મહાજન દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન સમસ્ત મુંબઈના જૈન સંઘોની તા. 22મીએ સામૂહિક રથયાત્રામાં  1 લાખ લોકો ઉમટશે પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રસ્તાઓનો દરજ્જો સારો રહે એ માટે આઈઆઈટીની નિમણુક બજાર બંધ થયા પછી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, સ્ટોક પર રાખો નજર; 2 વર્ષમાં 700% રિટર્ન

વિકાસ માર્ગે જતાં મહારાષ્ટ્રમાં અરાજકતા ફેલાવવાનું કાવતરું

મહાવિકાસ આઘાડીને મહારાષ્ટ્ર, મરાઠી લોકોના સ્વાભિમાન સાથે કોઈ લેવાદેવા નથી. છત્રપતિ શિવાજી મહારાજનું વારંવાર અપમાન કરનાર કોંગ્રેસ નેતૃત્વને તેમનું નામ લેવાનો પણ અધિકાર નથી. કોંગ્રેસનો શિવરાય વિશેનો પ્રેમ પણ બેવડાં ધોરણો સાથેનો છે, એમ ભાજપ પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળેએ જણાવ્યું હતું. મહારાષ્ટ્ર વિકાસના પંથે આગળ વધી રહ્યું છે ત્યારે આ લોકો ધરાર ખોટું બોલીને રાજ્યમાં અશાંતિ, અસ્થિરતા ફેલાવવાનું કાવતરું ઘડી રહ્યા છે, એમ કહીને તેમણે મહાવિકાસ આઘાડી પર નિશાન સાધ્યું હતું.

મવિઆ અને કોંગ્રેસ હંમેશાં છત્રપતિને નામે નીચલી કક્ષાની રાજનીતિ રમે છે. કોંગ્રેસે અનેક વાર શિવરાયનું અવમાન કર્યું છે. આ ઘટનાઓ બાબતે શું રાહુલ ગાંધી ક્યારેય જવાબ આપશે. શું તેઓ આ ઘટનાઓ પર તેમની સ્થિતિ સ્પષ્ટ કરવાની હિંમત બતાવશે, એમ તેમણે જણાવ્યું હતું.ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ તેમના પુસ્તક ‘ડિસ્કવરી ઓફ ઈન્ડિયા’માં છત્રપતિ શિવાજી મહારાજને લૂંટારા રાજા તરીકે ઉલ્લેખ કર્યો છે. કોંગ્રેસના કમલનાથ જ્યારે મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી હતા ત્યારે શિવાજી મહારાજની પ્રતિમાને જેસીબી દ્વારા હટાવી દેવામાં આવી હતી. મવિઆના ઘટકો છત્રપતિ શિવરાયના વંશજો પાસેથી પુરાવા માગે છે. તે નિવેદન કરવાની હિંમત કરે છે કે જો શાહિસ્તેખાન અને અફઝલખાન ન હોત તો શિવરાયની ઓળખ ન થઈ હોત, તે સમયે રાહુલ ગાંધીએ શિવરાયની માફી માગી નહોતી. કોંગ્રેસ પક્ષ અને મવિઆ શિવરાયની પ્રતિમાને ગંદી રાજનીતિ કરીને રાજ્યમાં અશાંતિ ફેલાવવાનું કાવતરું કરી રહ્યા છે, એમ બાવનકુળેએ જણાવ્યું હતું.

સાંગલીમાં બોલતાં રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે વડા પ્રધાને મહારાષ્ટ્રની માફી માગવી જોઈએ. બાવનકુળેએ કહ્યું કે રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી સામે આવતાં ફરી એક વાર ખોટી વાતો ફેલાવવાનો ધંધો શરૂ કર્યો છે. લોકસભાની ચૂંટણીના ઢંઢેરામાં મહિલાઓને કોંગ્રેસના સાંસદ તરીકે ચૂંટાશે અને બેંક ખાતામાં ફટાફટ 8.5 હજાર જમા કરવાનું વચન આપવામાં આવ્યું હતું. શું રાહુલ ગાંધી આ વચન પૂરું નહીં કરી શક્યા તે માટે મહારાષ્ટ્રની માતાઓ અને બહેનોની માફી માગશે એવો પ્રશ્ન પણ તેમણે કર્યો હતો.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us