વિધાનસભાની ચૂંટણીમાં અનેક મતવિસ્તારોમાં એક જ નામના ઉમેદવારો દેખાઈ રહ્યા છે. અપક્ષ ઉમેદવારના નામો મુખ્ય પક્ષોના નેતાઓના નામો સાથે મળતા આવતા હોવાથી મતદારોમાં મૂંઝવણ વધવાની શક્યતા જોવાઈ રહી છે.

ક્યા મતવિસ્તારમાં એક જ નામના ઉમેદવારો?

કલ્યાણ પૂર્વ વિધાનસભામાં એક જ નામના બે ઉમેદવારો
શિવસેના શિંદે જૂથના શહેર પ્રમુખ મહેશ દશરથ ગાયકવાડે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. મહેશ ગાયકવાડે ભાજપના ઉમેદવાર સુલભા ગાયકવાડ સામે બળવો કર્યો છે.

સિલ્લોડ વિધાનસભા
સુરેશ બંકર (ઉદ્ધવ ઠાકરે જૂથ)
સુરેશ બંકર (અપક્ષ)
ઔરંગાબાદ પશ્ર્ચિમ વિધાનસભા
રાજુ શિંદે (ઉદ્ધવ ઠાકરે જૂથ)
રાજુ શિંદે (અપક્ષ)

નાગપુર જિલ્લાના કાટોલ મતવિસ્તારમાં ‘અનિલ દેશમુખ’

નાગપુર જિલ્લામાં કાટોલમાં 1995થી ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખનો મતવિસ્તાર છે, પરંતુ આ વખતે તેઓ ચૂંટણી મેદાનમાં નથી. તેમના બદલે તેમના પુત્ર સલિલ દેશમુખ શરદ પવારની એનસીપી વતી ઉમેદવાર છે. જો કે, અન્ય એક અનિલ દેશમુખે કાટોલ મતવિસ્તારમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે.

ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ વસંતરાવ દેશમુખના નામ જેવું નામ ધરાવતા અનિલ શંકરરાવ દેશમુખ નરખેડ તાલુકાના થુગાંવ (નિપાની)ના રહેવાસી છે. આ ઉમેદવારી ફોર્મ એનસીપી (અજિત પવાર) દ્વારા દાખલ કરવામાં આવ્યું છે. તેનો સ્વીકાર પણ કરવામાં આવ્યો છે. ચરણ સિંહ ઠાકુરને કાટોલથી ભાજપે ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે એનસીપી અજીત દાદા જૂથ દ્વારા અનિલ દેશમુખના નામની વ્યક્તિને ઉમેદવારી આપવામાં આવી છે, તેથી બધાની નજર આ મતવિસ્તાર પર મંડાયેલી છે.

તિવસામાં ત્રણ રાજેશ વાનખડે

અમરાવતીની તિવસા વિધાનસભામાં કોંગ્રેસના નેતા યશોમતી ઠાકુર અને ભાજપના રાજેશ વાનખડે વચ્ચે સીધો મુકાબલો છેે. આ સ્થિતિ છતાં રાજેશ વાનખેડે નામના બે અપક્ષ ઉમેદવારોએ પણ ઉમેદવારી નોંધાવી છે. તેથી ભાજપના સત્તાવાર ઉમેદવાર રાજેશ વાનખેડેને માટે માથાનો દુખાવો થવાનો છે.

રાજેશ શ્રીરામ વાનખેડે – ભાજપ
રાજેશ બલીરામ વાનખેડે – અપક્ષ
રાજેશ રામદાસ વાનખેડે – અપક્ષ

સાંગલી: બે મતવિસ્તારમાં એક જ નામના ઘણા ઉમેદવારો…

સાંગલી અને તાસગાંવ કવઠેમહાંકાલ બે મતવિસ્તારોમાં એક જ નામના ઘણા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉભા હોવાથી મૂંઝવણ ઊભી થઈ છે. તેમના હરીફ ઉમેદવારને હરાવવા માટે આ ફોર્મમાં ચૂંટણી લડવાની ચર્ચા છે.

એવું જોવામાં આવ્યું છે કે સાંગલી જિલ્લાની બે બેઠકો પર એક જ નામના ઘણા ઉમેદવારો ઉભા છે. કોંગ્રેસના દિવંગત નેતા અને પૂર્વ મંત્રી મદનભાઈ પાટીલની પત્ની જયશ્રી પાટીલ સાંગલીમાં અપક્ષ તરીકે ચૂંટણી લડી રહી છે.

તેમના નામ પર બીજા બે ઉમેદવારો છે. ભૂતપૂર્વ ગૃહ પ્રધાન સ્વ. આર. આર. (આબા) પાટીલના પુત્ર રોહિત પાટીલ તાસગાંવ કવઠે મહાંકાલ મતવિસ્તારમાં એનસીપી (એસપી)ના ઉમેદવાર છે. રોહિત પાટીલના નામ પર વધુ ત્રણ અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે.

વિધાનસભાની ચૂંટણીમાં વ્યૂહરચનાથી મતોનું વિભાજન થાય અને મુખ્ય ઉમેદવારને ફટકો પડે તે માટે આ પ્રકારની યોજના ઘડવામાં આવી રહી છે. પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં મતદારો તેમના ઉમેદવારને ઓળખી શકે તે માટે ઉમેદવારોના નામની આગળ ફોટા પણ મુકવામાં આવ્યા છે.

કર્જત-જામખેડ મતવિસ્તારમાં સમાન નામ ધરાવતા છ ઉમેદવારો

રામ શંકર શિંદે-ભાજપ
રામ પ્રભુ શિંદે-સ્વતંત્ર
રામ નારાયણ શિંદે-અપક્ષ
રોહિત રાજેન્દ્ર પવાર-એનસીપી-એસપી
રોહિત ચંદ્રકાંત પવાર -અપક્ષ
રોહિત સુરેશ પવાર -અપક્ષ

કળમનુરીમાં ત્રણ સમાન નામ

કળમનુરી વિધાનસભા મતવિસ્તારમાં શિવસેના ઠાકરે જૂથના સંતોષ તરફે સામે વધુ બે સંતોષ તરફે મેદાનમાં છે. તેથી મહાવિકાસ આઘાડીના સત્તાવાર ઉમેદવાર સંતોષ તરફેને મોટી માથાકૂટ થશે તેવું લાગી રહ્યું છે.

સંતોષ કૌતિકા તરફે -શિવસેના (યુબીટી)
તરફે સંતોષ લક્ષ્મણ -અપક્ષ
તરફે સંતોષ અંબાદાસ -અપક્ષ
ઈન્દાપુરમાં ત્રણ હર્ષવર્ધન પાટીલ
ઈન્દાપુર વિધાનસભામાં હર્ષવર્ધન પાટીલ નામે ત્રણ વ્યક્તિઓએ ઉમેદવારી નોંધાવી હતી જ્યારે બે વ્યક્તિઓએ દત્તાત્રય ભરણેના નામે ઉમેદવારી નોંધાવી હતી.

ઈન્દાપુર વિધાનસભા બેઠક પર હર્ષવર્ધન પાટીલના નામ પર ત્રણ જેટલા લોકોએ ઉમેદવારી નોંધાવી છે. જેમાં હર્ષવર્ધન શાહજીરાવ પાટીલએ એનસીપી (એસપી) તરફથી ઉમેદવારી નોંધાવી છે. જ્યારે હર્ષવર્ધન ગોપાલરાવ પાટીલ (સોલાપુર) અને હર્ષવર્ધન શ્રીપતિ પાટીલ (પુણે) બંનેએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

આ સાથે એનસીપી તરફથી દત્તાત્રય વિઠોબા ભરણે મેદાનમાં છે, જ્યારે દત્તાત્રય સોનબા ભરણેએ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. એટલે કે આ બંનેએ ઈન્દાપુર વિધાનસભામાં દત્તાત્રય ભરણેના નામે ઉમેદવારી નોંધાવી છે.

ગંગાખેડમાં 3 ઉમેદવારોના નામ સરખા!

વિશાલ કદમ ગંગાખેડ વિધાનસભામાં શિવસેના (યુબીટી)ના મુખ્ય ઉમેદવાર છે અને તેમનો સીધો મુકાબલો આરએસપીના મુખ્ય ઉમેદવાર રત્નાકર ગુટ્ટે સાથે થશે. વિશાલ કદમ નામના વધુ બે ઉમેદવારોએ અરજી કરી છે. રસપ્રદ વાત એ છે કે આ બંને અપક્ષ ઉમેદવારો છે. આ ઉમેદવારો પૈકી એક હિંગોલી જિલ્લાના વસમત તાલુકાનો રહેવાસી છે.

જ્યારે અન્ય ઉમેદવાર નાંદેડના હદગાંવ તાલુકામાંથી આવે છે. એકસમાન નામ ધરાવતા આવા ઉમેદવારોને કારણે આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાનના આંકડા પર કેટલી અસર થશે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us