મુંબઈના પ્રસિદ્ધ આસ્થાસ્થાન સિદ્ધિવિનાયક મંદિરની દાનપેટીમાંથી કર્મચારીએ જ રોકડ ચોરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. સીસીટીવી ફૂટેજમાં કર્મચારી દાનપેટીની રોકડ સેરવી લેતો હોવાનું નજરે પડ્યા પછી આ મામલે પોલીસ ફરિયાદ થઈ હતી.
આ પ્રકરણે સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર દ્વારા કરાયેલી ફરિયાદને આધારે દાદર પોલીસે મંદિરના જ કર્મચારી રાજેન્દ્ર રામચંદ્ર પેંડુરકર (57) વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. લોઅર પરેલમાં રહેતા પેંડુરકરને પોલીસે તાબામાં લઈ પૂછપરછ હાથ ધરી હતી.

પોલીસ ફરિયાદ અનુસાર શુક્રવારે આ ઘટના પ્રકાશમાં આવી હતી. સીસીટીવી ફૂટેજમાં પેંડુરકર દાનપેટીની રકમ પોતાના ખીસામાં મૂકતો નજરે પડ્યો હતો. પૂજારીની રૂમમાં આરતીની દાનપેટીની રકમ મૂકવામાં આવી હતી, જે કર્મચારી પેંડુરકરે ચોરી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો.
કહેવાય છે કે રોકડ ચોરીની જાણ ફરિયાદીએ મંદિરના ઉપરી પદાધિકારીઓને આપી હતી. શંકાને પગલે પાછલા 10 દિવસનાં સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યાં હતાં. પેંડુરકરે આ દિવસો દરમિયાન 10 હજાર રૂપિયા સેરવી લીધાનો આક્ષેપ કરાયો છે. આમાં મંદિરના અન્ય કર્મચારીઓની પણ સંડોવણી નકારી શકાતી નથી, એવું ફરિયાદમાં જણાવાયું હતું. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
