સરકારે પોતાની માલિકીની કંપનીઓ ઓઇલ ઍન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી) અને ઓઇલ ઇન્ડિયા લિમિટેડ (ઓઆઇએલ)ના ઓઇલ ફિલ્ડમાંથી નીકળતા એપીએમ (કુદરતી) ગૅસના ભાવમાં ચાર ટકા વધારો કરતા સીએનજી, પીએનજી, વીજળી અને અમુક ખાતર મોંઘાં થશે.
એપીએમ ગૅસનો ઉપયોગ સીએનજી બનાવવા, વીજળીના ઉત્પાદનમાં અને ખાતર તૈયાર કરવા માટે થાય મળતો રાંધણ ગૅસ (પીએનજી) અને વાહનોમાં વપરાતા સીએનજી તૈયાર કરવા એપીએમ ગૅસ મહત્ત્વનો ઘટક છે. સરકારે એપીએમ ગૅસના ભાવમાં છેલ્લાં બે વર્ષમાં આ પહેલી વખત વધારો કર્યો છે.

એપીએમ ગૅસનો નવો ભાવ પહેલી એપ્રિલથી અમલમાં આવશે. એપીએમ ગૅસનો ભાવ મિલ્યન બ્રિટિશ થર્મલ યુનિટ દીઠ ૬.૫૦ ડૉલરથી વધારીને ૬.૭૫ ડૉલર કરાયો છે. એપીએમ ગૅસ શહેરના ગૅસ ડિસ્ટ્રિબ્યુટરને સીએનજી અને પીએનજી તરીકે વિતરણ માટે પૂરો પડાય છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
