મુલુન્ડ કોલોનીમાં પવઈ ચોક વિસ્તારમાં રહેતા જગદીશસિંગ ગોકલેએ અજાણ્યા નંબર પરથી શેર થયેલી apk લિંકને પ્રતિસાદ આપતા તેઓ રૂા.૧,૮૨,૭૯૦ ગુમાવી બેઠા હતા.
મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ જગદીશસિંગને ૨૫ માર્ચના તેમના મોબાઈલ પર અજાણ્યા ફોન નંબરથી કોલ આવ્યો જેના પર આરબીએલ બેંકનો લોગો હતો અને ફોન કરનાર વ્યક્તિએ તેનું નામ દિનેશ શિંદે અને તે આરબીએલ બેંકથી બોલતો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ દિનેશે જગદીશસિંગને તેમના આરબીએલ બેંકના ક્રેડિટ કાર્ડ માટે ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન બંધ કરો અથવા તમે રૂા.૫૫૦૦ ભરો એવું જણાવ્યું હતું.

ત્યારબાદ દિનેશે ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન બંધ કરાવવા માટે RBL credit card.apk ફાઈલ પાઠવી અને જગદીશસિંગે તેના પર ક્લિક કરતાં તેમને આરબીએલ બેંકની એપ દેખાઈ જેમાં તેમણે લિમીટ ઓછી કરવાની પ્રક્રિયા કરી અને થોડીવારમાં તેમના મોબાઈલ પર રૂા. ૧.૮૨ લાખ ડેબિટ થયા હોવાનો મેસેજ પ્રાપ્ત થયો, જેને પગલે જગદીશસિંગે તાબડતોબ બેંકના કસ્ટમર કોલ પર ફોન કરીને કાર્ડ બંધ કરાવ્યું અને ત્યારબાદ ૧૯૩૦ પ૨ તેમજ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાવી હતી

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
