બારમાં ધોરણની પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે નાંદેડના કિનવત તાલુકામાં સંગીતા દેવી ઉચ્ચતર માધ્યમિક શાળા આશ્રમશાળામાં બારમાં ધોરણની બોર્ડ પરીક્ષા દરમિયાન એક અજાણ્યા શખ્સે લાઉડસ્પીકરનો ઉપયોગ કરીને પ્રશ્નપત્રના જવાબો સંભળાવ્યા હતા. આ ઘટના બાદ વહીવટી તંત્રની સુરક્ષા પર સવાલો ઉભા થયા હતા.
વિગત મુજબ, બારમાં ધોરણની જીવવિજ્ઞાાન (બાયોલોજી) અને ઇતિહાસની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને સીધા લાઉડસ્પીકર દ્વારા પ્રશ્નોના જવાબ જાહેર કરવામાં આવ્યા હતા. આ ઘટના બુધવારે પ્રકાશમાં આવી છે. આ ઘટના સંગીતા દેવી ઉચ્ચસ્તર માધ્યમિક શાળા આશ્રમશાળાના પરીક્ષા નંબર ૨૦૭૦ માં બની હતી.
આ કેસમાં સિંદખેડ પોલીસ સ્ટેશનમાં એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ કેસ (બારમાં ધોરણની બોર્ડ પરીક્ષાનો જવાબ લાઉડસ્પીકર દ્વારા જાહેર કરવામાં આવ્યો) નોંધવામાં આવ્યો હતો. લાતુર શિક્ષણ બોર્ડે આ કેસમાં સંસ્થા પાસેથી લેખિત ખુલાસો માંગ્યો હતો. બોર્ડના સચિવે માહિતી આપી છે કે સંસ્થાને નોટિસ આપવામાં આવી છે.

ઘટના મુજબ, જીવવિજ્ઞાાનનું પેપર ચાલી રહયું હતું. તે જ સમયે એક અજાણ્યા શખ્સે પરીક્ષા કેન્દ્રની દિવાલની બાજુમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું એક જૂનું મકાન છે. આ મકાનમાંથી કોઈ અજાણ્યા શખ્સે વિદ્યાર્થીઓને લાઉડસ્પીકર દ્વારા જવાબો કહેતો હતો. આ સમયે પ્રશ્નપત્રના જવાબો કહેવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે. આ ઘટના કેન્દ્રના ડિરેક્ટરના ધ્યાનમાં આવી હતી અને તેમણે તાત્કાલિક સિંદખેડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મહારાષ્ટ્ર મિસકન્ડક્ટ પ્રિવેન્શન એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
આ ધોરણ ૧૨ માટે સામૂહિક નકલ કરવાનો એક પ્રકાર છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને અહીંથી લાઉડસ્પીકરો જપ્ત કર્યા હતા. આ ઘટના બાદ વહીવટી તંત્રની સુરક્ષા સામે પણ પ્રશ્નો ઉભા થયા હતા.
જિલ્લા કલેકટર કોપી મુક્ત પરીક્ષા માટે સખત મહેનત કરી રહ્યા છે. ત્યારે શું પરીક્ષા કેન્દ્ર પર કોઈ પોલીસ સુરક્ષા નહોતી? આ પ્રશ્નો વાલીઓ દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, આ કેસમાં બહારના લોકો સામેલ હોઈ શકે છે. તેથી આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
