મુંબઈમાં ચિંચબંદર વિસ્તારમાં મહાજનવાડીના કોર્નર પર જૈનાચાર્ય ગુણસાગરસુરીના નામે ચોકના બદલે ગેરકાયદેસર રીતે અન્ય નામ રાખવાના મામલે જૈન સમાજની ફરિયાદના આધારે બુધવારે અલ્પસંખ્યક આયોગમાં આ કેસની સુનાવણી હાથ ધરાઇ હતી, જેમાં મુંબઈ મહાપાલિકાના બી વોર્ડના અધિકારીઓ, મુંબઈ પોલીસના ઝોન-1ના પોલીસ અધિકારીઓ અને ફરિયાદી પક્ષના આગેવાનો હાજર રહ્યા હતા, જેમાં દલીલો અને સાંયોગિક પુરાવાના આધારે જૈન સમાજની માગણી ગ્રાહ્ય રાખી આ ચોકનું નામ યથાવત જાળવી રાખવા મહાપાલિકા તંત્ર સંમત થયું હતું.
શ્રી અખિલ ભારત અચલગચ્છ વિધિપક્ષ શ્વેતાબ્મર જૈન સંઘ ઉપ પ્રમુખ ચિમનભાઈ મોતાએ કહ્યું કે, કેશવજી નાયક રોડ, એસટી ઈમારત ચોક પાસે છેલ્લાં 35 વર્ષથી આ ચોકનું નામ પહેલાથી જ જૈન આચાર્ય શ્રી ગુણસાગરસૂરીજી મહારાજ ચોકના નામ પરથી રાખવાનું ઠરાવાયું હતું અને જેનું ઉદઘાટન લગભગ 1991 માં તે સમય ના મેયર છગન ભુજબલ દ્વારા થયું હતું, પરંતુ ત્યાં કોંગ્રેસના વિધાનસભ્ય અમીન પટેલે પોતાની તાકાતનો ઉપયોગ કરીને, ગેરકાયદેસર રીતે તે ચોકનું નામ કરમાલી રાખવાનો પ્રયાસ કર્યો હતો, જેનો જૈન અને હિદું સમાજે વિરોધ નોંધાવ્યો હતો અને અલ્પસંખ્યક આયોગમાં ફરિયાદ કરી હતી.

અલ્પસંખ્યક આયોગના સચિવ સાંરગકુમાર પાટીલે આ મામલે જૈન સમાજની 24 જૂનની ફરિયાદના આધારે સંબંધિત પક્ષોને 2 જુલાઈના આયોગ સમક્ષ હાજર થવા નોટિસ પાઠવી હતી. આ મામલો આયોગ ના ઉપાધ્યક્ષ ચેતન દેઢિયા સમક્ષ સુનવણી હાથ ધરાઈ હતી, જેમાં અખિલ ભારત અચલગચ્છના અધિકારીઓ, કચ્છી વિશા ઓસવાળ દેરાવાસી જૈન મહાજનના અધિકારીઓ, વિનોદ જૈન તથા અન્ય અગ્રણીઓ સાથે બીએમસીના વોર્ડ નંબર 2ના કાર્યપાલક ઇજનેરે આયોગ સમક્ષ કબૂલાત કરી હતી કે, જૈન આચાર્ય શ્રી ગુણસાગર સૂરીજી મહારાજ ચોક હાલમાં પણ બીએમસીના સત્તાવાર યાદીમાં છે.
નામકરણની વાતનો છેદ ઊડી ગયો એથી આ ચોકમાં અન્ય કોઈ નામકરણ કરવાની વાતનો છેદ ઊડી ગયો હતો. જોકે આયોગે ફરિયાદી પક્ષને તાકીદ કરી હતી કે હવે આ મામલો ઉકેલાઈ ગયો છે, એથી હવે કોઈ સભા-સરઘર જેવા આંદોલનાત્મક કાર્યક્રમો મુલતવી રાખવા.

For more details… Contact 9322529232 / 9324483455
