નેમિ ક્વિન્સ ગ્રુપે પોતાના ૧૪ વર્ષ પૂરા કરીને ૧૫મા વર્ષમાં પ્રવેશ કર્યોછે જેની ઉજવણી તેના સ્થાપના દિવસના જ દિવસે ૧૧ નવેમ્બર ૨૦૨૫ના રોજ ખૂબજ શાનદાર રીતે કરવામાં આવી હતી. જેમાં પ્રોગ્રામની શરૂઆત જસ્મીનાબેન, દર્શનાબેન, ભક્તિ મંડળના તારાબેન અને કુંદનબેનના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ખાસ આમંત્રિત મહેમાનોમાં ગુર્જરભૂમિ (ન્યૂઝપેપર, ન્યૂઝ ચેનલ, ન્યૂઝ પોર્ટલ)ના વૈશાલીબેન ઠક્કર તેમજ ઈમ્પલ્સ ક્લિનિકના ભાવનાબેન શેઠ પધાર્યા હતા જેમનું નેમિ કિવન્સ ગ્રુપ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું.


ભાવેશભાઈની ગ્રુપને પ્રોત્સાહિત કરતી રમૂજી સ્પીચ દ્વારા દરેક મેમ્બરોના ચહેરા ઉપર હાસ્ય છવાઈ ગયું હતું. તેમણે અનોખી રીતે ગ્રુપના ઉત્સાહ અને સર્જનાત્મકતાની પ્રશંસા કરી સમગ્ર માહોલને આનંદમય બનાવી દીધો હતો. આમંત્રિત મહેમાનોના બહુમાન બાદ પ્રોજેક્ટના માધ્યમથી ૧૪ વર્ષની સફરને લોકો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી હતી. જેણે જૂના દિવસોની યાદ અપાવી.


પ્રોગ્રામની બાર્બી થીમ ઉપર મેમ્બરોએ સુંદર પર્ફોમ કરીને દરેકના મન મોહી લીધા અને ત્યારબાદ સંપૂર્ણ પ્રોગ્રામમાં ધમાલ, મસ્તી, ગેમ્સ, ડાન્સ, મ્યુઝિકના રંગો ભરીને હીના ઠક્કર પ્રોગ્રામને એક અલગ જ લેવલ ઉપર લઈ ગયા હતા. જજ તરીકે મૈત્રી અને વંદનાબેને બેસ્ટ ૬ બાર્બીસને ક્રાઉન પહેરાવીને ઈનામોથી નવાજ્યા હતા. જે ક્રમશ (૧) જાનવી (૨) ચેતના (૩) અંજલિ (૪) આશા (૫) વિભા (૬) સેજલ હતા. અંતમાં કેક કટીંગ અને ટેસ્ટી ફૂડની મજા લઈનેક્યારેય ન ભૂલાય તેવી યાદો લઈને દરેક છૂટા પડ્યા હતા. વધુ વિગત માટે સંપર્ક: સેજલ દોશી: 9820719106, પ્રફુલ્લાબેન સંઘવી 9833712066.





For more details… Contact 9322529232 / 9324483455

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga