
મુંબઈ મહાપાલિકાનું અંધેર તંત્ર જોવા મળી રહ્યું છે, એક તરફ ઠેર ઠેર રસ્તાઓના અધૂરા કામ અને મોન્સુન સીઝન વચ્ચે અફડાતફડીમાં ગટરોમાંથી કચરો સાફ કરાવવાનું અભિયાન શરૂ છે, પરંતુ આ કચરાના ઢગલાઓ ગટરની બાજુમાં જ બેથી ત્રણ દિવસથી પડ્યા રહે છે, એથી ભારે વરસાદને કારણે ફરીથી આ કચરો ગટરમાં જઈ રહ્યો છે.
કાંદિવલીના ટ્રાફિકથી ધમધમતા એસ.વી. રોડ પર ઠેર ઠેર બે દિવસથી ગટરમાંથી કચરાનો ગાળ કાઢીને ગટરની બાજુમાં રસ્તા વચ્ચે ઠગલાઓ કરી ને પડ્યા છે, અહી રોડની ડાબી બાજુથી સ્કુટરો પસાર થંતા હોય છે, એથી આ કચરાના ઢગને કારણે વાહનો તેની પરથી પસાર થઈ રહ્યા છે. કોઈ વખત બેલેન્સ નહી રહેતા સ્લીપ પણ થઈ જંતા હોવાનું સ્થાનિક રહેવાસી શેખર મોદીએ જણાવ્યું હતું. વળી નવા બનાવેલા આરસીસી રોડ પર કચરાના ઢગને કારણે તેની પરથી વાહનો પસાર થંતા માટી ચોટી જાય છે. વરસાદના કારણે આ માટી ફરીથી ગટરમાં વહી જઈ રહી છે, પરંતુ તાત્કાલીક આ અંગે પગલા લેવા માટે મહાપાલિકાના કોન્ટ્રાકટરો તૈયાર નથી. થોડા દિવસ પછી ફરીથી આ કચરો સાફ કરવાનો કોન્ટ્રાક અપાશે, આમ પ્રજાના માથે નાણકિય વ્યયની સાથે અકસ્માતના થવાની ભીતીનો બેવડો માર સહન કરવો પડી રહ્યો છે.

એસ.વી. રોડ પર ઠેર ઠેર બે દિવસથી ગટરમાંથી કચરાનો ગાળ કાઢીને ગટરની બાજુમાં રસ્તા વચ્ચે ઠગલાઓ કરી ને પડ્યા છે, અહી રોડની ડાબી બાજુથી સ્કુટરો પસાર થંતા હોય છે, એથી આ કચરાના ઢગને કારણે વાહનો તેની પરથી પસાર થઈ રહ્યા છે. કોઈ વખત બેલેન્સ નહી રહેતા સ્લીપ પણ થઈ જંતા હોવાનું સ્થાનિક રહેવાસી શેખર મોદીએ જણાવ્યું હતું. વળી નવા બનાવેલા આરસીસી રોડ પર કચરાના ઢગને કારણે તેની પરથી વાહનો પસાર થંતા માટી ચોટી જાય છે. વરસાદના કારણે આ માટી ફરીથી ગટરમાં વહી જઈ રહી છે, પરંતુ તાત્કાલીક આ અંગે પગલા લેવા માટે મહાપાલિકાના કોન્ટ્રાકટરો તૈયાર નથી. થોડા દિવસ પછી ફરીથી આ કચરો સાફ કરવાનો કોન્ટ્રાક અપાશે, આમ પ્રજાના માથે નાણકિય વ્યયની સાથે અકસ્માતના થવાની ભીતીનો બેવડો માર સહન કરવો પડી રહ્યો છે.

