કોંકણના વતની અને હાલમાં મુંબઇમાં રહેતા ગણેશભક્તોને ગણેશ ઉત્સવની ઉજવણી માટે વતન જવાની સુવિધા મળે તે હેતુથી રાજ્યનાં કૌશલ્ય, રોજગાર, ઉદ્યોગ સાહસિકતા અને નવીનતા મંત્રી મંગલપ્રભાત લોઢાના પ્રયાસોથી એક વિશેષ ટ્રેન રવાના કરવામાં આવી હતી. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી ગણપતિ બાપ્પા મોર્યાના નાદ સાથે ઉપડેલી ‘નમો એક્સપ્રેસ’ ટ્રેનને કેબિનેટ મંત્રી લોઢાએ લીલી ઝંડી આપી હતી અને ગણેશ ભક્તોને શુભેચ્છા પાઠવી હતી.દર વર્ષે ગણેશોત્સવ દરમિયાન કોંકણ જતા મલબાર હિલ મતવિસ્તારના નાગરિકોને આ સુવિધા પૂરી પાડવામાં આવે છે.

વિભાગના તમામ કાર્યકરો આ માટે એક મહિનાથી કાર્યરત હતા. ખાસ વાત એ છે કે માત્ર ભાજપના કાર્યકરો જ નહીં પરંતુ અન્ય પક્ષોના કાર્યકરો અને સામાન્ય નાગરિકોને પણ આ યાત્રા માટે ખૂબ જ ઓછા ભાવે પ્રવેશ આપવામાં આવ્યો છે. આ પ્રસંગે કોંકણ જતા લગભગ ૨૦૦૦ ગણેશ ભક્તો માટે મફત નાસ્તો અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી.આ પ્રસંગે મંત્રી મંગલપ્રભાત લોઢાએ જણાવ્યું હતું કે, “મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં સરકારે ગણેશોત્સવને ‘રાજ્ય ઉત્સવ’ તરીકે જાહેર કર્યો છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
