સહકર્મી દ્વારા ૨૦૨૦માં દાખલ કરાયેલા જાતીય સતામણીના કેસમાં બોલીવુડ અભિનેતા વિજય રાઝને ગોંદિયાની કોર્ટે નિર્દોષ મુક્ત કર્યો છે. એડિશનલ ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ,ગોંદિયા મહેન્દ્ર સોરતેએ અભિનેતા સામેના આરોપો પડતા મૂક્યા છે. ક્રુ સભ્યે આરોપ કર્યો હતો કે ફિલ્મ ‘શેરની’ના શૂટિંગ દરમ્યાન પાંચ વર્ષ પૂર્વે અભિનેતાએ પોતાની જાતીય સતામણી કરી હતી.
ગોંદિયામાં રામનગર પોલીસ સ્ટેશને કરેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર પચ્ચીસમી ઓક્ટોબર ૨૦૨૦ની રાત્રે અને ૨૯ ઓક્ટોબર ૨૦૨૦ની સવારે કથિત ગુનો આચરાયો હતો.
ચોથી નવેમ્બર ૨૦૨૦ના રોજ મધ્ય પ્રદેશ બાલાઘાટમાં રાઝની ધરપકડ થઈ હતી.ફિલ્મના ક્રુ સભ્યો અહીં રહ્યા હતા. તેને એ જ દિવસે જામીન આપી દેવાયા હતા. હોટેલમાં ઘટના બની હતી પણ તપાસ અધિકારીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી નહોવાનું આદેશમાં જણાવ્યું હતું.

હોટેલમાં રહેતા બેથી ત્રણ જણના નામ પણ ફરિયાદમોં નોંધ્યા હતા પણ તેમના નિવેદન રેકોર્ડ કરાયા નહોવાનું જજે નોંધ્યું હતું. તપાસઅધિકારીએ વધુ તપાસ કરી નહોતી. સરકારી પક્ષના પુરાવા નબળા અને અપુરતા છે. સીસીટીવી ફૂટેજ પણ સ્પષ્ટ નથી, એમ કોર્ટે નોધ્યું હતું. આથી અરોપીને શંકાનો લાભ આપવામાં આવતો હોવાનું કોર્ટે નોંધ્યું હતું. મૌખિક આરોપ આરોપીને કસૂરવાર ઠેરવવા પુરતા નથી.
અભિનેતાના વકિલે જણાવ્યું હતું કે નાગપુર પાસે શૂટ કરી રહેલા રાઝે અધવચ્ચે ફિલ્મ છોડવી પડી એટલું જ નહીં ત્યાર બાદ કામ પણ મળવાનું બંધ થયું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
