મુંબઈ મહાપાલિકાનું 2026-27ના આર્થિક વર્ષનું 80 હજાર 952 કરોડ રૂપિયાના બજેટને સ્થાયી સમિતિમાં મંજૂરી આપવામાં આવી હતી. સ્થાયી સમિતિને 800 કરોડ રૂપિયાનું વિકાસ ભંડોળ ઉપલબ્ધ કરી આપવામાં આવ્યું છે. સત્તાધારી ભાજપ અને શિવસેના (શિંદે) મહાયુતિ હવે આ વિકાસ ભંડોળની વહેંચણી કેવી રીતે કરશે , કયા પક્ષને કેટલું ભંડોળ મળશે, શિવસેના (ઠાકરે) પક્ષના નગરસેવકોને કેટલું ભંડોળ મળશે એ બાબતે ઉત્સુકતા છે.
શ્રીમંત મહાપાલિકા તરીકે જાણીતી મુંબઈ મહાપાલિકાનું બજેટ મંજૂર થવામાં આ વખતે પ્રથમ વાર મોડુ થયું છે. દર વર્ષે 4 ફેબ્રુઆરીના રજૂ થતું બજેટ આ વર્ષે ચૂંટણીના કારણે 20 દિવસ મોડેથી સ્થાયી સમિતિમાં રજૂ થયું. બજેટ પર છેલ્લા થોડા દિવસથી સ્થાયી સમિતિમાં ચર્ચા ચાલુ હતી. બજેટ પરના ભાષણ પછી 6 એપ્રિલના સ્થાયી સમિતિએ બજેટને મંજૂરી આપી હતી. સ્થાયી સમિતિને બજેટમાં કેટલું વિકાસ ભંડોળ મળશે એ બાબતે ઉત્સુકતા હોય છે.

આ વર્ષે 800 કરોડ રૂપિયાનું ભંડોળ ઉપલબ્ધ કરી આપવામાં આવ્યું છે. તેથી આ ભંડોળની વહેંચણી કયા પક્ષને કેટલા પ્રમાણમાં કરવી એનો અધિકાર પ્રથા પરંપરા અનુસાર સત્તાધારી ભાજપ પક્ષ પાસે છે. તેથી આ વખતે કોંગ્રેસ, સમાજવાદી જેવા વિરોધી પક્ષ સાથે શિવસેના (ઠાકરે) પક્ષને કેટલું ભંડોળ મળશે એ બાબતે ઉત્સુકતા છે. મુંબઈ મહાપાલિકાના નિયમ અનુસાર સ્થાયી સમિતિને દર વર્ષે બજેટ મંજૂર કરવા પહેલાં પ્રશાસન મારફત વિકાસ ભંડોળ ઉપલબ્ધ કરી આપવામાં આવે છે. અત્યાર સુધી 500 થી 600 કરોડ રૂપિયાનું ભંડોળ ઉપલબ્ધ કરી આપવામાં આવતું હતું. આ વખતે સત્તાધારી ભાજપે વધુમાં વધુ 800 કરોડ રૂપિયાનું ભંડોળ સ્થાયી સમિતિ માટે મેળવ્યું છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
