મુંબઈ મહાપાલિકાએ ચોમાસાની બીમારીઓ રોકવા પ્રતિબંધાત્મક ઉપાયયોજનાની અસરકારક અમલબજાવણી માટે પ્રશાસકીય વોર્ડ પ્રમાણે રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. પ્રતિબંધાત્મક ઉપાયયોજના માટે વોર્ડ દીઠ ક્વિક રિસ્પોન્સ ટાસ્ક ફોર્સ નિમવામાં આવશે. પ્રશાસકીય વોર્ડના સહાયક આયુક્ત, તબીબી અધિકારી, કીટક નિયંત્રણ અધિકારીના સમન્વયથી આ પ્રતિબંધાત્મક કાર્યવાહી કરવામાં આવશે એમ મુંબઈ મહાપાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈમાં ચોમાસાની બીમારીઓ માટે પ્રતિબંધાત્મક ઉપાયયોજના માટે વિવિધ યંત્રણાઓના સહભાગથી મચ્છર પ્રતિબંધાત્મક ઉપાયયોજના કરવામાં આવી રહી છે. એના માટે મુંબઈ મહાપાલિકા તરફથી પ્રશાસકીય વોર્ડ દીઠ રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. આ રૂપરેખા અનુસાર પ્રશાસકીય વોર્ડના સહાયક આયુક્ત, તબીબી અધિકારી, કીટક નિયંત્રણ અધિકારીના સમન્વયથી કાર્યવાહી કરવામાં આવશે. તેમ જ સાર્વજનિક યંત્રણાના કર્મચારીઓ, ખાનગી દવાખાના અને હોસ્પિટલના ડોકટર, તેમ જ બાંધકામના ઠેકાણે કાર્યરત સુરક્ષા અધિકારીઓ અને કામદારોને વિશેષ પ્રશિક્ષણ આપવામાં આવશે. એ સાથે જ ખાનગી હોસ્પિટલ, દવાખાનાના સહભાગથી દર્દીઓ શોધવા, બીમારીનું નિદાન કરવાથી લઈને સંપૂર્ણ સારવાર આપીને દર્દીને સાજો કરવા માટે પ્રયત્ન કરવામાં આવશે.

ચોમાસાની બીમારીઓને રોકવા માટે વોર્ડ દીઠ ક્વિક રિસ્પોન્સ ટાસ્ક ફોર્સ પણ નિમવામાં આવશે. આ ટીમ વિવિધ ઠેકાણે મુલાકાત કરીને નિરીક્ષણ કરશે. તેમ જ અતિજોખમકારક ઠેકાણે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. મુંબઈ મહાપાલિકા તરફથી અમલમાં મૂકવામાં આવનારી આ પ્રતિબંધાત્મક ઉપાયયોજનાને શહેરની તમામ યંત્રણાઓએ સહકાર્ય કરવું, તેમ જ આ ઝુંબેશમાં સક્રિયપણે સહભાગી થવું એવી હાકલ મુંબઈ મહાપાલિકા કમિશનર અને પ્રશાસક ભૂષણ ગગરાણીએ કરી છે. મચ્છરના ઉત્પતિ સ્થાન નાશ કરવા, તેમ જ મહાપાલિકાના તમામ દવાખાના, હોસ્પિટલોમાં તાવની દર્દીઓ માટે જરૂરી નિદાન અને સારવાર સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. તાવના લક્ષણ જોવા મળે તો નાગરિકોએ તરત સારવાર અને તબીબી સલાહ લેવી એવી હાકલ મહાપાલિકા પ્રશાસન તરફથી કરવામાં આવી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
