મુંબઈ મહાપાલિકાએ પાણી વેરામાં 8 ટકા વધારો કરવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. આ પ્રસ્તાવ ટૂંક સમયમાં મહાપાલિકા કમિશનરને મોકલવામાં આવશે અને એ પછી સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે. પાણી પુરવઠાનો વધતો ખર્ચ અને 2020થી પાણી વેરામાં વધારો ન થયો હોવાથી આર્થિક નુકસાન ધ્યાનમાં લેતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ વધારાના કારણે મહાપાલિકાને થનારું લગભગ 100 કરોડથી વધુ રૂપિયાનું નુકસાન ટાળી શકાશે.
મુંબઈ મહાપાલિકાને પાણી વેરાના બિલથી દર વર્ષ 2300 કરોડ રૂપિયાની આવક થાય છે. જો કે પાણી પુરવઠા માટે થતો ખર્ચ જેમ કે પાઈપલાઈની દેખભાળ, પાણી શુદ્ધિકરણ, આસ્થાપના ખર્ચ, રાજ્ય સરકારને આપવી પડતી રોયલ્ટી અને વીજ ખર્ચના લીધે મહાપાલિકા પર આર્થિક તાણ આવે છે. 2020માં કોરોનાના કારણે મહાપાલિકાનું આર્થિત ગણિત ખોરવાયું હતું અને એ પછી 2022 સુધી પાણી વેરામાં વધારો થયો નહોતો. તેથી મહાપાલિકાએ આર્થિક નુકસાન ખમવું પડે છે. મેયર રિતુ તાવડેએ પદભાર સ્વીકાર્યા પછી પાણી વેરામાં વધારા પર સ્ટે આપવાનું જાહેર કર્યું હતું.

જો કે પાણી પુરવઠોનો વધતો ખર્ચ જોતા આ નિર્ણય લેવો જરૂરી છે. આ 8 ટકાના વધારાના લીધે ટાળી શકાતું સંભવિત 100 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન કેવી રીતે સહન કરવું એવો પ્રશ્ન મહાપાલિકાને થયો છે.
ચાર વર્ષ પછી વધારો મુંબઈગરાને સાત જળાશયોમાંથી મહાપાલિકા દરરોજ 4 હજાર મિલિયન લીટર પાણી પુરવઠો કરે છે. પાણી પુરવઠા માટે ઘણો ખર્ચ થતો હોવાથી દર વર્ષે જૂન મહિનામાં પાણી વેરામાં 8 ટકાનો વધારો કરવામાં આવે છે. જો કે એનો થતો વિરોધ ધ્યાનમાં લેતા 2022થી મુંબઈ મહાપાલિકાએ વેરામાં વધારો કર્યો નથી. મુંબઈ મહાપાલિકા 2023-24 અને 2024-25ના વર્ષમાં જૂન મહિનાથી મુંબઈગરાના પાણી વેરામાં વધારો કરવાનો વિચાર કરતી હતી પણ રાજકીય પક્ષોએ એનો વિરોધ કર્યો હતો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
