મુંબઈ મહાનગરપાલિકાએ પોતાના મહત્વના પ્રોજેકટ માટે મોટા પ્રમાણમાં ભંડોળની આવશ્યકતા હોય છે, તેની આવકના અનેક સ્રોત છે, જેમાં હવે આવક વધારવા માટે વન ટાઈમ પ્રીમિયમના દરમાં પણ વધારો કરવાનો નિર્ણય લેવાયો છે.
પાલિકાએ મહત્વાકાંક્ષી ખર્ચ યોજનાનો આધાર મજબૂત આવકના અંદાજ પર આધારિત છે, સૌથી મોટો ફાળો જકાતના બદલામાં વળતરનો રહેશે, જેનો અંદાજ ૨૦૨૬-૨૭ માટે ૧૫,૫૫૦.૦૨ કરોડ રૂપિયાનો છે. એ બાદ ડેવલપમેન્ટ પ્લાન (ડીપી) ફી અને પ્રીમિયમના માધ્યમથી ૧૨,૦૫૦ કરોડ રૂપિયાનો અંદાજ છે, જે સતત રિયલ એસ્ટેટ અને બાંધકામ પ્રવૃતિને આધારિત છે. પ્રોપર્ટી ટેક્સના માધ્યમથી ૭,૦૦૦ કરોડ રૂપિયા વસૂલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

પાલિકાએ લીઝ હોલ્ડ પ્લોટ પર બિલ્ડિંગના પુનર્વિકાસ માટે વધારાની ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ (એફએસઆઈ) અને ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઈટ્સ(ટીડીઆર) અને ફંજિબલ એફએસઆઈના ઉપયોગ માટે વસૂલવામાં આવતી વન ટાઈમ પ્રિમીયમમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે, જેમાં રહેણાંક વપરાશકર્તા માટે વન ટાઈમ પ્રીમિયમમાં પાંચ ટકાથી વધારીને ૭.૫ ટકા અને બિન-રહેણાંક વપરાશકર્તા માટે ૧૦ ટકાથી વધારીને ૧૨.૫ ટકા કરવામાં આવી છે. ઉપરાંત મ્હાડાની જેમ પાલકા પણ પહેલી વખત ૪૨૬ સસ્તા મકાનના વેચાણનું પગલું લીધું હતું, જેમાંથી તેને વર્ષે ૩૦૦ કરોડની આવક થઈ હતી અને આગામી નાણાકીય વર્ષમાં બીજા ૧૫૦ કરોડ રૂપિયાની આવક થવાની ધારણા છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
