લોકસભાની ચૂંટણીની સરખામણીમાં મુંબઈમાં બુધવારે વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્વક પાર પડી હતી. બોગસ વોટિંગના લગભગ નહીંવત પ્રમાણ સાથે છૂટાછવાયા બનાવોને બાદ કરતા મુંબઈમાં સાંજના પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ મતદાન ૫૦.૪૨ ટકા જેટલું ઓછું થયું હોવાનું જણાયું હતું. જોકે ઉપનગરમાં ભાંડુપ (પશ્ચિમ)માં સાંજના સાડા પાંચ વાગ્યા સુધીમાં મુંબઈમાં સૌથી વધુ ૬૦.૧૮ ટકા જેટલું મતદાન થયું હતું. ચૂંટણી પંચે આપેલા આંકડા મુજબ સાંજના પાંચ વાગ્યા સુધીમાં દક્ષિણ મુંબઈમાં ૪૯.૦૭ ટકા અને મુંબઈ ઉપનગરમાં સરેરાશ ૫૧.૭૬ ટકા મતદાન થયું હતું. જોકે મોડી રાત સુધીમાં ચૂંટણી પંચે મતદાનની અંતિમ ટકાવારી જાહેર નહોતી કરી.
સાંજના પાંચ વાગ્યા સુધીમાં મુંબઈમાં સૌથી વધુ મતદાન ભાંડુપમાં ૬૦.૧૮ ટકા નોંધાયું હતું. મુંબઈમાં સાંજના પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ પૂર્વ ઉપનગરના ભાંડુપમાં મતદાનની ટકાવારી વધારે રહી હતી. અહીં શિવસેનાના બે જૂથો શિવસેના (યુબીટી) અને શિવેસના (શિંદેના) ઉમેદવાર વચ્ચે જોરદાર ટક્કર રહેવાને કારણે મતદાનમાં ટકાવારી વધારે જોવા મળી છે. મુખ્યત્વે મરાઠીભાષી મતદારોને કારણે ભાંડુપ લાંબા સમયથી શિવસેનાનો ગઢ રહ્યો છે. જોકે ૨૦૨૨માં શિવસેનાના વિભાજન બાદ ભાંડુપમાં બે શિવસેના વચ્ચે સીધી લડત જોવા મળવાની છે. મુલુંડ, વિક્રોલી, ઘાટકોપર (પશ્ચિમ) અને ઘાટકોપર (પૂર્વ) અને માનખુર્દ, શિવાજી નગરમાં મતદાન કેન્દ્રની બહાર લાંબી લાઈન લાગી હતી.
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw