થાણે શ્રીનગરમાં રહેતા આદિત્ય ધીરવાણીએ ૨૧ જુલાઈના સવારે ૧૧.૩૦ની આસપાસ મુલુન્ડ (વે)માં બાલરાજેશ્વર મંદિર પાસેના રસ્તા પર તેની એક્ટિવા સ્કુટર પાર્ક કરીને મંદિરમાં દર્શન કરવા ગયો હતો. ૧૫ મિનિટમાં મંદિરમાં દર્શન કરીને પરત ફરેલા આદિત્યને તેની સ્કુટર પાર્ક કરેલા સ્થળે મળી નહીં તેથી તેણે આસપાસના પરિસરમાં તેમજ ટ્રાફિક પોલીસ ચોકીમાં પણ આ અંગે તપાસ કરી પરંતુ તેને સ્કુટર ક્યાંય મળ્યું નહીં તેથી તેણે રૂા.૨૫ હજારની કિંમતનું એક્ટિવા સ્કુટર ગુમ થયું હોવાની ફરિયાદ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

For more details… Contact 9322529232 / 9324483455
