બેસ્ટ બસ સેવાની હાલત કથળી રહી છે. બેસ્ટના કાફલામાં પોતાની માલિકીની બસની સંખ્યા હવે ફક્ત 249 રહી છે. બેસ્ટ ઉપક્રમ પોતાની માલિકીની બસ નહીં ખરીદી કરે તો આગામી થોડા દિવસમાં આ આંકડો શૂન્ય પર આવશે. એ પછી ઉપક્રમની સેવા ભાડાની બસ પર જ નિર્ભર રહેશે. ભાડાના બસના કારણે પ્રવાસીઓ સહિત કોન્ટ્રેક્ટ કર્મચારીઓએ હેરાનગતિ ભોગવવી પડે છે. પરિણામે બેસ્ટ પ્રવાસીઓનું ભવિષ્ય ધુંધળુ દેખાઈ રહ્યું છે. મુંબઈમાં પ્રવાસીઓને પ્રવાસ કરવા નવા નવા પરિવહન વિકલ્પ ઉપલબ્ધ થઈ રહ્યા છે.

નવા મેટ્રો પ્રકલ્પના લીધે પ્રવાસીઓ મોટા પ્રમાણમાં એ તરફ વળ્યા છે. પણ બેસ્ટની બસનો પ્રવાસી વર્ગ મોટો હોવાથી, નવા મેટ્રો પ્રકલ્પ અથવા અન્ય વૈકલ્પિક પરિવહન સેવા આ પ્રવાસીઓને સમાવી શકતો નથી. તેમ જ બીજી વૈકલ્પિક પરિવહન સેવાની સરખામણીએ બેસ્ટની સેવા સસ્તી છે. તેમ જ ગિરદીનો ભાર ઉપાડી શકે છે. બેસ્ટ પ્રશાસને 9 મે 2025થી ટિકિટ દરમાં બમણો વધારો કર્યો હતો.આ જ દિવસે એક્વાલાઈન મેટ્રોનું આચાર્ય અત્રે ચોક સુધી વિસ્તરણ થયું. ઓક્ટોબર 2025 સુધી કોલાબા-બાન્દરા-સિપ્ઝ પૂર્ણ રૂટ પર એક્વાલાઈન શરૂ થઈ. બેસ્ટે બસની ટિકિટ દરમાં વધારો કર્યા પછી અનેક પ્રવાસીઓ એક્વાલાઈન તરફ વળ્યા. મેટ્રોનું ભાડું ઓછું હોવાથી આ મેટ્રો રૂટને ઉત્તમ પ્રતિસાદ મળી રહ્યો છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
