મુંબઈ મહાપાલિકાએ દર વર્ષ પ્રમાણે આ વર્ષે પણ ચોમાસાના ટાંકણે અતિજોખમકારક ઈમારતોની યાદી તૈયાર કરી છે. મુંબઈમાં કુલ 134 અતિજોખમકારક ખાનગી ઈમારતો છે. એમાં પશ્ચિમ ઉપનગરોમાં સૌથી વધારે ઈમારત છે. સૌથી વધારે જોખમકારક ઈમારતો ગોરેગાવ અને બાન્દરા પશ્ચિમ પરિસરમાં છે. છેલ્લા થોડા વર્ષથી મુંબઈ મહાપાલિકાએ કરેલી કાર્યવાહીના કારણે મુંબઈમાં ખાનગી જોખમકારક ઈમારતોની સંખ્યામાં ઘટાડો થયો છે.
મુંબઈમાં એક સમયે જોખમકારક ઈમારતોની સંખ્યા ઘણી હતી. તેથી ચોમાસામાં જોખમકારક ઈમારતો તૂટતા દુર્ઘટના થવાનું પ્રમાણ વધારે હતું. થોડા વર્ષો પહેલાં મહાપાલિકાએ જોખમકારક ઈમારતો તોડી પાડવા સુનિશ્ચિત કાર્યપદ્ધતિ શરૂ કરી હતી. એ અનુસાર કરેલી કાર્યવાહીમાં સફળતા મળી રહી છે. મુંબઈમાં અત્યારે ફક્ત 134 જોખમકારક ઈમારતો બચી હોવાનો દાવો મહાપાલિકા પ્રશાસને આંકડાઓ દ્વારા કર્યો છે.

દરમિયાન મુંબઈની 134 જોખમકારક ઈમારતોમાંથી 56 ઈમારતના પ્રકરણ કોર્ટમાં છે તો 12 ઈમારતના સ્ટ્રકચરલ ઓડિટ રિપોર્ટ બાબતે રહેવાસીઓને વાંધો હોવાથી આ ઈમારતોનો રિપોર્ટ ટેકનિકલ એડવાઈઝર સમિતિ પાસે છે. તેથી આ 134 ઈમારતોમાંથી 77 જોખમકારક ઈમારતોમાં હજી રહેવાસીઓ રહે છે. આ જોખમકારક ઈમારતો ખાલી કરાવીને તોડી પાડવાનો પડકાર મહાપાલિકા સમક્ષ છે. દર વર્ષે ચોમાસાના ટાંકણે મુંબઈની ખાનગી ઈમારતોનું સર્વેક્ષણ કરવામાં આવે છે. તરત તોડી પાડવી જરૂરી હોય એવી અતિજોખમકારક ઈમારતોનો સમાવેશ સી-1 શ્રેણીમાં કરવામાં આવે છે. આવી ઈમારતોની યાદી મુંબઈ મહાપાલિકા તરફથી જાહેર કરવામાં આવે છે. એમાંથી કેટલીક ઈમારતો ખાલી કરાવવામાં આવી છે. દર વર્ષે એમાંથી કેટલીક ઈમારતો તોડી પાડવામાં આવે છે. તેથી છેલ્લા થોડા વર્ષથી આ જોખમકારક ઈમારતોની સંખ્યા ઓછી થાય છે.
મહાપાલિકાના ધોરણ અનુસાર 30 વર્ષથી જૂની ઈમારતોનું સ્ટ્રકચરલ ઓડિટ કરવામાં આવે છે. એમાં જોખમકારક જણાતી ઈમારતોના ઘર ખાલી કરાવવા માટે નોટિસ જારી કરવામાં આવે છે. ઈમારત જોખમકારક ઠરવા માટે રહેવાસીઓને કોઈ વાંધો હોય તો કોર્ટમાં અથવા તેમને ઈમારત જોખમકારક ન લાગતી હોય તો મહાપાલિકાની ટેકનિકલ સમિતિ પાસે દાદ માગે છે. તેથી એ ઈમારત તોડી શકાતી નથી. તેમ જ કોઈ ઈમારત બાબતે કોર્ટે સ્ટે આપ્યો હોય તો એ ઈમારત પણ તોડી શકાતી નથી.

પરેલ, શિવરી, નાયગાવ, બોરીવલી ભાગમાં એક પણ જોખમકારક ઈમારત ન હોવાનો દાવો મહાપાલિકા પ્રશાસને આંકડાની યાદીમાં કર્યો છે. ગિરગાવ, ચર્નીરોડ, માનખુર્દ, ગોવંડી ભાગમાં દરેકમાં એક ઈમારત જોખમકારક હોવાનું મહાપાલિકાના આકંડાની યાદીમાં જણાવવામાં આવ્યું છે. બાન્દરા, ખાર, સાંતાક્રુઝ પશ્ચિમ, ગોરેગાવમાં 15 જોખમકારક ઈમારત, અંધેરી, જોગેશ્વરી, વિલેપાર્લે પૂર્વ, ઘાટકોપર, વિદ્યાવિહારમાં 11, અંધેરી, જોગેશ્વરી, વિલેપાર્લે પશ્ચિમમાં 10 ઈમારત જોખમકારક છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
