લોકો જે ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેનો હવે અંત આવ્યો છે. તમને જણાવી દઈએ કે, બાબા બર્ફાનીની પહેલી તસવીર સામે આવી છે. જો કે, અમરનાથ યાત્રા શરૂ થવામાં હજુ લગભગ 2 મહિના બાકી છે.
લોકો જે ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેનો હવે અંત આવ્યો છે. તમને જણાવી દઈએ કે, બાબા બર્ફાનીની પહેલી તસવીર સામે આવી છે. અમરનાથ યાત્રાની સત્તાવાર શરૂઆત થવામાં હજુ લગભગ 2 મહિના બાકી હોવા છતાં કેટલાક શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફા સુધી પહોંચવામાં સફળ થયા છે. તેમણે બાબા અમરનાથ શિવલિંગનો ફોટો લીધો છે.
રિપોર્ટ અનુસાર પંજાબનો આ ભક્ત થોડા દિવસો પહેલા ગુફાના દર્શન કરવા ગયો હતો. જો કે, સત્તાવાર રીતે બોર્ડના કોઈ અધિકારી કે સુરક્ષા કર્મચારી હજુ સુધી ગુફા સુધી પહોંચી શક્યા નથી. આ વર્ષની અમરનાથ યાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને યાત્રા રૂટ પર બરફ સાફ કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

બાલતાલ અને ચંદનવાડી બન્ને રૂટ પરથી બરફ કાપવાનું અને ટ્રેકને પ્રવાસીઓ માટે યોગ્ય બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જેથી યાત્રા શરૂ થાય તે પહેલાં ટ્રેક બનાવવાનું કામ પૂર્ણ કરી શકાય. પરંતુ સમગ્ર રૂટ પર ભારે હિમવર્ષાને કારણે આ કામમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
નોંધનીય છે કે, પહેલગામ હુમલા પછી પણ અમરનાથ યાત્રા માટે ભક્તોના ઉત્સાહમાં કોઈ ફર્ક પડ્યો નથી. હુમલા પછી પણ રજિસ્ટ્રેશન ચાલુ છે. હાલમાં મળેલી માહિતી અનુસાર યાત્રા માટે 3 લાખ 60 હજારથી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને આ સંખ્યા વધુ વધવાની ધારણા છે. આ વર્ષની અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થઈ રહી છે અને 19 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે. પહેલગામ હુમલા બાદ અમરનાથ યાત્રા માટે નવી સુરક્ષા યોજના લાગુ કરવામાં આવી રહી છે. જેથી કોઈ પણ ભક્તને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. અહીં દુનિયાભરમાંથી ભક્તો બાબા બર્ફાનીના દર્શન કરવા માટે આવે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
