
કોઈ પણ રાજકીય પક્ષની નોંધણી કરવા પહેલાં આ બાબતે જનતાની સૂચના અને વાંધા હવે મગાવવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા ચૂંટણી ઓક્ટોબરમાં થશે એમ જણાવવામાં આવે છે છતાં રાજ્ય ચૂંટણી પંચે રાજકીય પક્ષોની નોંધણી, ચૂંટણી ખર્ચ સહિત ચૂંટણી સાથે સંબંધિત વિવિધ મુદ્દાઓ સંબંધી નવી નિયમાવલી જાહેર કરી છે.
રાજકીય પક્ષોની નોંધણી થયા પછી પક્ષના બેંક ખાતાની વિગત છ મહિનાની અંદર ચૂંટણી પંચને રજૂ કરવાની રહેશે. ચૂંટણીમાં સ્ટાર પ્રચારક કોણ છે એની માહિતી પણ રજૂ કરવી ફરજિયાત રહેશે. તેમના જવા-આવવાનો ખર્ચ સંબંધિત ઉમેદવારના પ્રચારખર્ચમાં જોડવામાં આવશે.

રાજકીય પક્ષ હવે જિલ્લાધિકારીના બદલે સીધા પંચ પાસે નોંધણી કરી શકશે. આ નોંધણી માટેની ફી અત્યાર સુધી 10 હજાર રૂપિયા હતી જે હવે 20 હજાર રૂપિયા કરવામાં આવી છે. રાષ્ટ્રીય પક્ષોથી લઈને બધા જ પક્ષની નોંધણી રાજ્ય ચૂંટણી પંચ પાસે કરવી અનિવાર્ય હોય છે. એ કરવા પહેલાં જનતાના વાંધા અને સૂચના મગાવવામાં આવતા નહોતા. જોકે હવે એવો નિયમ કરવામાં આવ્યો છે. એના માટેની જાહેરાત સંબંધિત રાજકીય પક્ષે આપવી પડશે. આ સંદર્ભે પંચે અધિસૂચના જારી કરી છે.
સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા માટે ચૂંટણી પ્રક્રિયા ચાર મહિનામાં પૂરી કરવી એવો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો છે. જો કે એના માટે મુદતવધારો માગવાની છૂટ પણ આપી છે. તેથી ચોમાસાના ધ્યાનમાં લેતા પંચ સુપ્રીમ કોર્ટને મુદતવધારા માટે વિનંતી કરશે એવી શક્યતા વધારે છે. મહાપાલિકા, નગરપાલિકા અને નગર પંચાયતોની વોર્ડ રચન તરત શરૂ કરવાનો આદેશ ચૂંટણી પંચે આપ્યો છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
