વજન ઘટાડવા માટે ઠંડીમાં કાંજીનો ઉપયોગ કરી શકો છો. શિયાળામાં બીટ અને ગાજરની કાંજી બનાવીને પીવાથી વજન ઓછું કરવામાં મદદ મળી શકે છે. આ કાંજી ઈમ્યુનીટી પણ બુસ્ટ કરે છે. આજે તમને બીટ અને ગાજરની વાયરલ થયેલી કાંજી બનાવવાની રીત વિશે પણ જણાવી દઈએ.
ઠંડીમાં લોકો એવી વસ્તુઓ વધારે ખાતા હોય છે જેનાથી શરીર અંદરથી ગરમ રહે અને કેલરી વધારે બળે. શિયાળો વજન ઘટાડવા માટે પણ બેસ્ટ ઋતુ ગણાય છે. કારણકે આ ઋતુમાં એવા શાકભાજી આવે છે જે ઝડપથી વજન ઓછું કરવામાં મદદ કરે છે. વજન ઝડપથી ઓછું કરવું હોય તો ગાજર અને બીટ ઉપયોગી સાબિત થઈ શકે છે. શિયાળામાં ગાજર અને બીટ ભરપૂર માત્રામાં મળે છે. તેમાં પણ આજકાલ તો વજન ઘટાડવાનો નવો ટ્રેન્ડ વાયરલ થઈ રહ્યો છે. આ ટ્રેન્ડ અનુસાર જો તમે બીટ અને ગાજરની કાંજી બનાવીને પીવાનું રાખો છો તો બેલી ફેટ ઝડપથી ઓછું થઈ શકે છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર કાંજી એક કેલરી ફ્રી ડ્રિન્ક છે જે ઝડપથી વજન ઘટાડી શકે છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે કાંજી એક ફોર્મેન્ટેડ ડ્રીંક હોય છે જેને શિયાળામાં પણ પી શકાય છે. કાંજી બનાવવાની રીત અને તેમાં ઉમેરવામાં આવતા મસાલા પાચનતંત્રને મજબૂત કરે છે, ઇમ્યુનિટીને બુસ્ટ કરે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે..
વજન ઘટાડવા માટે કાંજી
વજન ઘટાડવા માટે સવારના સમયે કાંજી પીવાની સલાહ આપવામાં આવે છે. સવારે ખાલી પેટ કાંજી પીવાથી મેટાબોલિઝમ તેજ થાય છે અને શરીર પર જામેલી ચરબી ઓછી થવા લાગે છે. કાંજી ઝીરો કેલેરી ફૂડ છે તેમાં જે મસાલાનો ઉપયોગ થાય છે તે તેને સ્વાદિષ્ટ પણ બનાવે છે અને તેનાથી ગટ હેલ્થ પણ સુધરે છે જેના કારણે વેટ લોસ જર્ની ઇઝી થઈ જાય છે.
કાંજી પીવાના ફાયદા
કાંજી પીવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે, જે વજન ઘટાડવા માટે સૌથી જરૂરી હોય છે. ગાજર અને બીટની કાંજી પીવાથી રોગપ્રતિકારક ક્ષમતા પણ વધે છે. બીટમાં રહેલા એન્ટિ ઓક્સિડન્ટ અને વિટામિન સી શરીરની મજબૂતી વધારે છે.
કાંજી કેવી રીતે બનાવવી

કાંજી બનાવવા માટે પાંચ ગાજરની છાલ ઉતારી પાતળા ટુકડામાં કાપી લો તેવી જ રીતે બે બીટની છાલ ઉતારીને બારીક સમારી લો. 10 કપ ઉકાળેલા પાણીમાં એક ચમચી મરચું પાવડર, બે ચમચી સરસવનો પાવડર, સંચળ, પાંચ ચમચી રાઈનો પાઉડર સારી રીતે મિક્સ કરો. આ પાણીમાં બીટ અને ગાજર ઉમેરી દો અને પાણીને કાચના વાસણમાં કે ચીની માટીના વાસણમાં ભરીને પાંચ દિવસ સુધી ઢાંકીને તડકે રાખો. આ પાણીને રોજ એક થી બે વખત હલાવવું.. પાંચ દિવસ પછી કાનજી નો સ્વાદ ખાટો થઈ ગયો હશે તેનો મતલબ કે કાનજી ફોર્મેટ થઈ ગઈ છે અને તમે તેને પી શકો છો.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
