MMRDA મુંબઈના સુશોભિકરણ અને સાર્વજનિક સુવિધા ઉપક્રમમાં એક મહત્ત્વનો તબક્કો પાર પાડવામાં આવ્યો છે. મુંબઈ મહાનગર પ્રદેશમાં મેટ્રોના કુલ 2962 થાંભલામાંથી 2547 થાંભલા (86 ટકા)નું સંકલ્પના આધારિત રંગકામ પૂર્ણ કરાયું છે. આ મહત્ત્વાકાંક્ષી યોજનાનો ઉદ્દેશ મુંબઈના સૌંદર્યમાં વધારો કરવો અને મેટ્રો માર્ગની ઓળખ સહજ બનશે, એવા દ્રશ્ય સંકેતોની નિર્મિની કરવાનો છે.
આ ઉપક્રમ અંતર્ગત મેટ્રો માર્ગ સાથે સંબંધિત થાંભલાઓ પર વિશિષ્ટ સંકલ્પના રંગસંગત વાપરીને રંગકામ કરવામાં આવ્યું છે. દાખલા તરીકે, એકાદ મેટ્રો માર્ગ રેડ લાઈન તરીકે ઓળખવામાં આવતો હોય તો તે માર્ગ પરના થાંભલા લાલ રંગની ડિઝાઈન દ્વારા સજાવવામાં આવી રહ્યા છે, જેથી તે માર્ગની ઓળખ સ્પષ્ટ રીતે અધોરેખિત થશે.
એમએમઆરડીએ તરફથી અમલમાં આવેલા આ નાવીન્યપૂર્ણ ઉપક્રમને લીધે શહેરના સૌંદર્યમાં ઉમેરો થવા સાથે પ્રવાસીઓનું સુલભ માર્ગદર્શન પણ થશે. આથી વિવિધ મેટ્રો માર્ગ ઓળખવા અને સમજી લેવાનું વધુ આસાન બનશે.મુંબઈની મૂળભૂત સુવિધાઓમાં અને શહેરના સૌંદર્યમાં એમએમઆરડીએ સતત સુધારણા કરી રહી હોઈ રહેવાસી તેમ જ પર્યટકો માટે વધુ આકર્ષક અને સુલભ શહેર ઘડવાની દિશામાં સતત આગેકૂચ કરી રહી છે.

આ પરિવર્તનશીલ ઉપક્રમ વિશે મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે મુંબઈ સ્વપ્નનગરી છ અને મુંબઈની મૂળભૂત સુવિધાઓમાં પણ તે જ આશા, તે જ સપનાં પ્રતિબિંબિત થવી જોઈએ, મેટો થાંભલા સુશોભિકરણ ઉપક્રમ વૈશ્વિક દરજ્જાની સાર્વજનિક પરિવહન વ્યવસ્થા ઊભી કરવા સાથે શહેરનો ચહેરો પણ વધુ આકર્ષક, સુંદર અને પ્રવાસીઓ માટે સુલભ કરવાની અમારી વચનબદ્ધતાનું દ્યોતક છે.
આ ઉપક્રમ થકી ઉપયોગિતા અને કલાત્મકતાનો સુંદર સુમેળ સાધવામાં આવ્યો હોઈ મુંબઈ બધા માટે વધુ સારી રીતે રહેવા લાયક અને આનંદદાયક શહેર તરીકે ઘડવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે.
ઉપ મુખ્ય મંત્રી અને એમએમઆરડીએના અધ્યક્ષ એકનાથ શિંદેએ જણાવ્યું કે મુંબઈની મેટ્રો વ્યવસ્થા ફક્ત એક પરિવહનનું સાધન નહીં હોઈ શહેરની ચેતનાનું પ્રતીક છે. આ થાંભલા સુશોભિકરણ ઉપક્રમ, એટલે કે, શહેરના સર્વાંગીણ વિકાસ બાબતની અમારી વચનબદ્ધતાનું પ્રતીક છે.
આ ઉપક્રમ શહેરની મૂળભૂત સુવિધાઓમાં શહેરની ઓળખને ગૂંથવાનો પ્રયાસ છે. દરેક પ્રવાસ વધુ અર્થપૂર્ણ, આનંદદાયક અને મુંબઈની પ્રગતિ અને વિશિષ્ટતાઓની અનુભૂતિ કરાવનારો થવો જોઈએ એ તેની પાછળનો ઉદ્દેશ છે. આ ઉપક્રમ એટલે ભવ્ય મૂળભૂત સુવિધા ઊભી કરવા સાથે જ નાગરિકોના રોજિંદા જીવનને સમૃદ્ધ કરવા માટે બારીકાઈ પર પણ ધ્યાન કેન્દ્રિત કરનારા એમએમઆરડીએના દ્રષ્ટિકોણનું અસલી પ્રતીક છે.

એમએમઆરડીએના મહાનગર કમિશનર ડો. સંજય મુખરજીએ જણાવ્યું હતું કે આ પ્રકલ્પ અત્યંત બારીકાઈથી અને ચોકસાઈથી અમલમાં લાવવામાં આવી રહ્યો છે. આ માટે વિવિધ મેટ્રો માર્ગ પર અચૂક નિયોજન અને સમન્વયની જરૂર છે. હમણાં સુધી 2537 થાંભલાનું કામ પૂર્ણ થવું તે એક મોટી ધ્યેયસિદ્ધિ હોઈ અમારી ટીમની વચનબદ્ધતાનું પ્રતીક છે.
રંગ અનુસાર અને સંકલ્પના આધારિત ડિઝાઈન ધરાવતા આ થાંભલાઓને કારણે પ્રવાસીઓને પોતાનો માર્ગ ઓળખવામાં મદદ થશે. આથી તેમનો પ્રવાસ વધુ સુલભ બનશે અને શહેરની સુંદર રચનામાં ઉમેરો થશે. ચોમાસા પછી બાકી કામો પણ પ્રભાવશાળી રીતે પૂર્ણ કરવા અમે કટિબદ્ધ છીએ.
સૌંદર્ય ટકાવવા નાગરિકોનો સહભાગ
આ ઉપક્રમને સર્વ નાગરિકોએ સક્રિય ટેકો આપવો જોઈએ એવો અનુરોધ એમએમઆરડીએએ કર્યો છે. મેટ્રો વ્યવસ્થા આપણા શહેરની ઓળખનું અવિભાજ્ય ઘટક છે અને આ શહેર આપણા બધાનું છે. આથી આ શહેરનું સૌંદર્ય જાળવવું અને થાંભલા ખરાબ નહીં થવા દેવા તે આપણી બધાની જવાબદારી છે. આ જાહેર માલમતાનું સૌંદર્ય ટકાવવા માટે તમારો સહભાગ અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

For more details… Contact 9322529232 / 9324483455
