બાન્દ્રા (પશ્ચિમ)માં લિંક સ્કવેર મૉલમાં ૨૯ એપ્રિલ, ૨૦૨૫ના લાગેલી આગની તપાસમાં મૉલમાં ફાયર ફાઈટિંગ સિસ્ટમમાં ગંભીર ખામીઓ હોવાનું જણાઈ આવ્યું છે. આ સિસ્ટમ ઓટોમેટિક હોવાને બદલે મેન્યુઅલ હતી અને તે પણ કામ કરતી ન હોવાનું જણાયું છે. તપાસ બાદ તેનો અહેવાલ સુધરાઈ કમિશનર ભૂષણ ગગરાણીને સબમીટ કરવામાં આવ્યો છે, જેમાં લાઈસન્સ ફાયર સેફટી એજન્સીને જવાબદાર ગણીને તેની સામે આકરા પગલાં લેવાની ભલામણ કરવામાં આવી છે.

જોઈન્ટ મ્યુનિસિપલ કમિશનર ગંગાધરણના નેતૃત્વમાં તપાસ ટીમે બાવીક કલાક ચાલેલી આગ કેટલી ઝડપથી લાગીને ફેલાઈ તેનું નિરીક્ષણ કર્યું હતું. બેઝમેન્ટમાં શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગ બાદ ફાયરબ્રિગેડને ઘટના સ્થળે પહોંચવામાં થયેલા વિલંબની પણ તપાસ પણ કરવામાં આવી છે. અહેવાલમાં જણાવાયું છે કે મૉલને ચારે તરફથી કાચની બંધ કરવામાં આવ્યો હતો, તેને કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. તેમાં પાછું મોબાઈલ ફોન, બૂટ, ઈલેક્ટ્રોનિક સામાન, રેડીમેડ કપડા, કોસ્મેટિક, લાકડાનું ફર્નિચર, ઈલેક્ટ્રિક ઉપકરણો અને ઈલેક્ટ્રિક કેબલ સહિતના અત્યંત જ્વલનશીલ પદાર્થોની હાજરીથી આગ વધુ તીવ્ર બની હતી.

ઘટના દરમ્યાન મુખ્ય ફાયર સેફીટ સિસ્ટમ બિનકાર્યક્ષમ હોવાનું જણાયું હતું. ફાયર સપ્રેશન સિસ્ટમ, સ્પ્રીકલર વોટર સપ્લાય પણ કામ કરતા નહોતા.
