અભિનેતા એજાઝ ખાનની પત્ની ફેલોન ગલીવાલાને નવેમ્બર ૨૦૨૪માં તેમના ઘરેથી મળલા કથિત ડ્રગ્સના કેસમાં જામીન આપવામાં આવ્યા છે. કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ જપ્તીનું વિડિયોગ્રાફીની પ્રક્રિયા અનુસરી ન હોવાથી રાહત અપાવામાં આવી હતી. આ પ્રક્રિયા નવા ફોજદારી કાયદા હેઠળ ફરજિયાત છે. કોર્ટે જણાવ્યું હતું કે નિવાસસ્થાને સીસીટીવી કેમેરા હતા છતાં અધિકારીઓએ કેમેરા બંધ કરવાનું ગલીવાલાને નિર્દેશ આપ્યો હતો.
સીસીટીવી કેમેરા બંધ કરવા પાછળ અધિકારીઓના ઈરાદા પર રેઈડ સંબંધે શંકા ઉપજાવે છે, એમ કોર્ટે આદેશમાં જણાવ્યું હતું. નવેમ્બર ૨૦૨૪માં ખાનના સ્ટાફરની ધરપકડ બાદ ઘર પર રેડ પાડવમાં આવી હતી. અમેડીએમએનું સો ગ્રામનું પાર્સલ ડિલિવરી કરવાવા બદલ સ્ટાફરની ધરપકડ થઈ હતી. ઘર પર રેડ પાડતાં ડ્રગની કમર્શિયલ માત્રા મળી હતી અને ૧૧ લાખ રોકડ મળ્યા હતા.

ગલીવાલાના વકિલે જણાવ્યું હતંંુ કે પોતાને ખોટી રીતે સંડોવવામાં આવી છે. તપાસકાર્ય દરમ્યાન વિડિયોગ્રાફી ફરજીયાત છે અને સીસીટીવી કેમેરા પર બંધ કરાવી દીધા હતા.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
