ભૂતપૂર્વ ધારાસભ્ય બચ્ચુ કડુને એક જાહેર સેવક સાથે આક્રમક વલણ અપનાવવાના કેસમાં અહીંની એક કોર્ટે ત્રણ મહિનાની જેલની સજા કરી છે. વિધાનસભ્ય બનવાથી કોઈને ધમકાવવાનું લાઈસન્સ મળતું નથી તેવું અવલોકન કોર્ટે કર્યું હતું. એડિશનલ સેશન્સ જજ સત્યનારાયણ આર નાર્વેકરે કડુને રૃા.૧૦,૦૦૦નો દંડ પણ કર્યો હતો. ૨૬મી સપ્ટેમ્બર ૨૦૧૮મીએ કડુએ આઈટી ડિપાર્ટમેન્ટના તત્કાલીન ડિરેક્ટર આઈએએસ અધિકારી પર આઈપેડ ઉગામ્યું હતું. બચાવ પક્ષના વકીલે દલીલ કરી હતી કે શારીરિક બળનો ઉપયોગ કરાયો ન હતો આથી ગુનો થયો જ નથી. જજે કહ્યું કે ધમકી આપતો ઈશારો સામે વાળાના મનમાં ભય ઊભો કરી દે છે. કોર્ટે કહ્યું કે તેઓ વિધાનસભ્ય હતા. તેઓ સીએમ દ્વારા કે અન્ય રીતે પણ ફરિયાદ કરી શકે તેમ હતા.

આઈપીસીના સેક્વાન ૩૫૩ (જાહેર સેવકને ફરજ બજાવવામાં રોકવા બળને પ્રયોગ) અને ૫૦૬ (ધાકધમકી) હેઠળ કોર્ટે કડુને દોષિત ઠેરવ્યા હતા.
For more details… Contact 9322529232 / 9324483455
