ભૂતપૂર્વ વિધાનસભ્ય અને બાબાસિદ્દીકીના પુત્ર ઝીશાન સિદ્દીકીને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. પિતા બાબા સિદ્દીકીની જેમ ઝીશાનની હત્યા કરવાની ધમકી આપી રૃ.૧૦ કરોડની ખંડણી માંગવામાં આવી હતી.
અગાઉ પણ ઝીશાનને ધમકી મળી હતી હવે સિદ્દીકીના પરિવારની સુરક્ષાનો મુદ્દો સામે આવ્યો છે.
ઝીશાન સિદ્દીકીએ આ બાબતે મુંબઈ પોલીસને માહિતી આપી છે. ઈમેલમાં ડી ગેંગનો ઉલ્લેખ કર્યો હતો.બે દિવસથી ધમકીભર્યા ઈમેલ મળી રહ્યા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે બાબા સિદ્દીકીની જેમ તેની હત્યા કરવામાં આવશે. આ ઈમેલ દ્વારા રૃ.૧૦ કરોડની ખંડણી માંગવામાં આવી હતી.

બાંદરા પોલીસ ઝીશાનના ઘરે પહોંચી નિવેેદન નોંધ્યું હોવાનું કહેવાય છે. ઝીશાનને અગાઉ પણ ધમકી મળી છે ગત દશેરાના બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરાઈ હતી. આરોપીઓની ધરપકડ કરાઈ હતી આ કેસમાં લોરેન્સ બિશ્નોઈ ટોળકીની સંડોવણી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
