મુંબઈ મહાપાલિકાની આગામી 15 જાન્યુઆરીની યોજાનારી ચૂ઼ંટણીમાં મતદાન એ એક મહત્ત્વનો અધિકાર છે. વિકાસ, સ્થાનિક મુદ્દાઓ સાથે સાથે જાતીય સમીકરણ પણ રાજકીય પક્ષોની રણનીતિનું કેન્દ્રબિંદુ બન્યું છે. આ કડીમાં મુંબઈમાં 10 લાખથી વધુ સમસ્ત જૈન સમાજના મતદારો છે, જે શહેરના 27 વોર્ડમાં ઉમેદવારની હાર જીતમાં મહત્વનો ભાગ ભજવી શકે છે.મતદાનએ લોકશાહીનું સૌથી મુંખ્ય પરિબળ છે, એથી ચૂ઼ંટણી પંચ વધુને વધુ મતદારો મતદાન કરે એ માટે અપીલ કરતી હોય છે, આ અપીલને ધ્યાનમાં રાખીને મુંબઈ શહેરના સમસ્ત જૈન મતદારોમાં જાગૃતિ લાવવા અને રાષ્ટ્રહિતના આ પર્વને ગૌરવભેર નિભાવવા કમર કસી છે. જૈનો શાંતિપ્રિય, અહિંસક અને વેપાર-ધંધા સાથે સંકળાયેલો સમાજ છે, જૈનોનો દેશના યોગદાનમાં હરહંમેશ નોંધનીય ફાળો રહ્યો છે.
આથી સમસ્ત મુબઈ જૈન સમાજના આગેવાનોએ દરેક ચૂંટણીની જેમ આગામી ચૂ઼ટણીમાં સમાજનું 100 ટકા મતદાન થાય તે માટે જાહેર અપીલ કરી છે, અને તે માટે મતદાનના દિવસે નવત્તર કાર્યક્રમ દરેક જૈન મતદાર ભાઈ-બહેન, યુવક યુવતીઓએ માત્ર પાંચ મિનિટ આપીને આપાણા વિસ્તારના પાંચ વર્ષ માટે લોકપ્રતિનિધિ ચૂ઼ંટવાના છે, પોતાના મતાધિકારથી યોગ્ય ઉમેદવારને ચૂંટીને મોકલવો જોઈએ જેથી રાષ્ટ્ર, સંસ્કૃતિ અને ધર્મની રક્ષા સુપેરે થઈ શકે. એથી આગામી 15 જાન્યુઆરીએ સવારે 7:30 મતદાન શરૂ કરી જૈન સમાજે આ લોકશાહીના પર્વમાં 100 ટકા મતદાનનો સિંહફાળો આપવાનો છે.

જૈન સેવા સંઘના આગેવાન અતુલ વ્રજલાલ શાહે જણાવ્યું કે, 15-1-2026ના પહેલું કાર્ય મતદાન આપવાનું અને મતદાન કર્યા પછી મોટા ભાગના જૈન સંઘોમાં નવકારસી- સવારનો નાસ્તાનું આયોજન કરાયું છે. આ વખતે પણ મુંબઈની વ્યસ્તાભરી જિંદગીમાં જૈનો વધારેમાં વધારે મતદાન કરવા માટે જાગૃત બને તેથી ઘણા વિસ્તારોમાં જાગૃતિ લાવવા બિલ્ડિંગ અનુસાર જૂથો બનાવવામાં આવ્યા છે. અને મતદાન કર્યા વિસ્તાર પ્રમાણે મતદાન કરીને આવેલા મતદારોમાંથી લક્કી ડ્રોનું આયોજન કરાશે અને તેમાંથી ત્રણ મતદારોને પ્રોત્સાહિત કરાશે.
જૈન સમાજનું રાષ્ટ્ર ઘડતરમાં યોગદાન ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે એક વકતવ્યમાં જણાવ્યું કે જૈનો 24% ઈન્કમ ટેક્સ ભરે છે, 10% ઈનડાયરેક્ટ ટેક્સ ભરે છે, અને દેશના જીડીપીમાં મહત્ત્વનું યોગદાન જૈનોનું છે. ભારતની સ્વતંત્રતા સમય પછી 52 મેમ્બર ઓફ પાર્લામેન્ટ જૈનો ચૂંટાયા હતા. કોઈ પણ નીતિમાં ફેરફાર કરવો હોય તો તેના ભાગરૂપ બનવું જરૂરી છે. એથી જૈન સમાજનું 100 ટકા મતદાન કરી આપણી પવિત્ર ફરજ બજાવવી એ આજના સમયની જરૂરિયાત છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
