ભાંડુપ જળશુદ્ધિકરણ પ્રકલ્પ એશિયાનો સૌથી મોટો પ્રકલ્પ છે. એમાં દરરોજ બે હજાર મિલિયન લીટર પાણી પર પ્રક્રિયા કરવામાં આવશે. ત્યાં 46 વર્ષ પહેલાં બાંધેલા દરરોજ 1 હજાર 910 મિલિયન લીટર ક્ષમતાના જળશુદ્ધિકરણ પ્રકલ્પનું બાંધકામ નબળું પડવાથી નવો પ્રકલ્પ ઊભો કરવામાં આવી રહ્યો છે.
આ પ્રકલ્પ એપ્રિલ 2029 સુધી પૂરો કરવાનો ઉદ્દેશ છે. મહાપાલિકા કમિશનર અને પ્રશાસક ભૂષણ ગગરાણીએ આ પ્રકલ્પસ્થળની મુલાકાત લીધી હતી. આ પ્રકલ્પનું કામ ઝડપી કરો એવો આદેશ તેમણે આપ્યો હતો. આ પ્રકલ્પ પૂરો થયા પછી પાણી પુરવઠા વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થશે. ઉપરાંત વધુ દરજ્જાવાળું પાણી ઉપલબ્ધ થશે. ભવિષ્યમાં વધનારી લોકસંખ્યા, ઔદ્યોગિક જરૂરિયાત તેમ જ નાગરીકરણના કારણે વધતી પાણી માગ ધ્યાનમાં લઈને આ પ્રકલ્પ મહત્વનો છે.

પાણીની વધતી જરૂરિયાત પૂરી કરવી અને આયખું પૂરું થયેલા પ્રકલ્પની જગ્યા લેવી એ મુખ્ય ઉદ્દેશ છે એમ ગગરાણીએ જણાવ્યું હતું. આ સમયે સ્પેશિયલ એન્જિનિયરીંગ ડિપાર્ટમેંટના ઉપાયુક્ત પુરુષોતમ માળવદે, પાણી પુરવઠા પ્રકલ્પના ચીફ એન્જિનિયર મહેન્દ્ર ઉબાળે સહિત સંબંધિત એન્જિનિયરો અને અધિકારીઓ પણ ઉપસ્થિત હતા. મુંબઈની વધતી લોકસંખ્યા અને નાગરીકરણનો વિચાર કરતા પાણી પુરવઠા વિતરણ વ્યવસ્થાને વધુ સક્ષમ કરવી ઘણી જરૂરી છે એમ ગગરાણીએ ઉમેર્યું હતું.
બે સિસ્ટમનો ઉપયોગ મુંબઈને પાણી પુરવઠો કરવા બે સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં એક સિસ્ટમમાં તાનસા-વૈતરણા સિસ્ટમ દ્વારા તાનસા, મોડકસાગર, મધ્ય વૈતરણા અને અપ્પર વૈતરણા જળાશળનું પાણી પાઈપલાઈન દ્વારા ગુરુત્વાકર્ષણ દ્વારા ભાંડુપ કોમ્પ્લેક્સમાં લાવવામાં આવે છે.
બીજી સિસ્ટમમાં આ કોમ્પ્લેક્સના જૂના અને નવા જળશુદ્ધિકરણ કેન્દ્રમાં આ પાણીનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. એ પછી એનો મુંબઈમાં પુરવઠો કરવામાં આવે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
