મુલુન્ડ (વેસ્ટ)માં ન જી.એમ.એલ.આર. 1 સ્થિત ડી માર્ટ સ્ટોરમાં 1 ગુરૂવાર, તા.૭ ઓગસ્ટ ૨૦૨૫ના રાત્રે ૧૧.૫૫ની આસપાસ બે મહિલાઓ આવી હતી અને ખરીદી કર્યા બાદ બંને બહાર નીકળવા જઈ રહી હતી ત્યારે ડી -1 માર્ટના મેનેજર સુનિલ -. ગુપ્તાએ તેમને ડી માર્ટના કપડા પહેરેલા જોયા તેથી તેમને રોકીને પૂછતાછ અને તપાસણી કરતા બંનેના શરીર પર ડી માર્ટ સ્ટોરના વિવિધ વસ્ત્રો પહેરેલા મળી આવ્યા હતા.

તેથી સિક્યોરિટી ગાર્ડની મદદથી તેમને ચેન્જિંગ રૂમમાં મોકલવામાં આવ્યા અને મેનેજરના આઘાત વચ્ચે બંને મહિલાઓએ પહેરેલા વસ્ત્રોમાં રૂા.૧૮૫૨૫ની કિંમતના અલગ અલગ ટ્રાઉઝર, કુર્તી, પેન્ટ, ૧૦ બેબી ફ્રોક, ટી શર્ટસ, જેકેટ, સેન્ડલ બેગ, કોસ્મેટિક્સ, ડ્રાયફ્રુટ, બેલ્ટ વગેરે મળી આવ્યા હતા. બંને આરોપી મહિલાઓની ઓળખ મુલુન્ડ (ઈસ્ટ)માં રહેતી કોમલ વિશ્વકર્મા (૩૦) અને સુમન વિશ્વકર્મા (૨૬) તરીકે થઈ હતી. ત્યારબાદ મેનેજરે બંને વિરૂદ્ધ ચોરીની ફરિયાદ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

For more details… Contact 9322529232 / 9324483455
