અહિંસાના પ્રહરી જૈનોના 24મા તીર્થકરશ્રી મહાવીર સ્વામી પ્રભુના 2551મા જન્મકલ્યાણક 10મી એપ્રિલના હોઈ એ દિવસે કતલખાનાંઓ, માંસ- માછલી અને મરઘીની દુકાનો બંધ રાખવા માટે મહારાષ્ટ્ર અલ્પસંખ્યક આયોગને શ્રી કચ્છી વાગડ વિશા ઓસવાળ ચોવીસી મહાજન તરફથી એક લેખિત અરજી આપવામાં આવી છે. આ અનુસંધાને આયોગે મુંબઈ મહાપાલિકાના કમિશનરને એક પત્ર લખી આ માગણી અંગે ઘટતું કરવા પત્ર લખ્યો છે.
ચોવીસી મહાજનના પ્રમુખ નાગજી રીટા અને ટ્રસ્ટી ચંપકભાઈ નંદુએ મહારાષ્ટ્ર અલ્પસંખ્યક આયોગના ઉપાધ્યક્ષ ચેતન દેઢિયાને એક લેખિત પત્રમાં મહાવીર ભગવાનના જન્મકલ્યાણક દિવસ ચૈત્ર સુદ-તેરસ ગુરુવારે જૈનોની લાગણી ન દુભાય તે માટે કતલખાનાંઓ અને માંસાહારનું વેચાણ બંધ રાખવા માગણી કરી છે. આ માગણી સંબંધે ચેતન દેઢિયાએ મુંબઈ મહાપાલિકાના કમિશનરને 8 એપ્રિલના એક પત્ર દ્વારા અલ્પસંખ્યક જૈન સમાજની ધાર્મિક લાગણી ન દુભાય તે આશયથી કાર્યવાહી કરવા જણાવ્યું છે.

મહાવીર પ્રભુએ જૈન ધર્મના 10 કમાન્ડમેન્ટ્સ પ્રસ્થાપિત કર્યા છે. આ 10 કમાન્ડમેન્ટ્સમાં પણ પ્રથમ ક્રમાંક અહિંસાને આપવામાં આવ્યો છે. એથી આ દિવસે જીવ હિંસા ન થાય તે ઈચ્છનીય છે, આ ઉપરાંત જૈન ધર્મના પૂજનીય ગુરુભગવંતો અને સકળ શ્રી સંઘ તરફથી આ માટે એક અધ્યાદેશ રજૂ કરવા માટે મહારાષ્ટ્ર સરકારને વિનંતી કરવામાં આવી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
