મહારાષ્ટ્ર રાજ્યની 246 નગરપાલિકા અને 42 નગર પંચાયતોની ચૂંટણી માટે ઉમેદવારી અરજી દાખલ કરવાની પ્રક્રિયા સોમવાર 10 નવેમ્બરના શરૂ થવા સાથે જ ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું હતું. મહાયુતી અને મહાવિકાસ આઘાડીના ઘટક પક્ષોમાં યુતી અથવા આઘાડી સાથે રાજ્ય સ્તરે કોઈ જ ચર્ચા થઈ નથી. સ્થાનિક સ્તરે નિર્ણયનો અધિકાર તમામ રાજકીય પક્ષોએ આપ્યો હોવાથી સગવડ મુજબની આઘાડીઓ અથવા નવા સમીકરણ રચાય એવી શક્યતા છે. કેટલાક ઠેકાણે પક્ષના ચિહ્ન પર ચૂંટણી લડાશે નહીં.કોરોના મહામારીના કારણે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી સુપ્રીમ કોર્ટના દબાણના કારણે થઈ રહી છે. પહેલા તબક્કામાં 246 નગરપાલિકા અને 46 નગર પંચાયતોની 6 હજાર 859 સીટ માટે મતદાન થશે.
288 નગરપાલિકા અને નગર પંચાયતોના અધ્યક્ષ પદ માટે સીધા ચૂંટણી થશે. નગરપાલિકા માટે બે સભ્યવાળા પ્રભાગ પદ્ધતિ અને નગર પંચાયત માટે એક સભ્ય પ્રભાગ પદ્ધતિ છે. નગરપાલિકામાં મતદારોએ નગરાધ્યક્ષ રદ માટે એક તો પ્રભાગ માટે બે એમ કુલ ત્રણ મત આપવાના છે. નગર પંચાયતમાં નગરાધ્યક્ષ અને સભ્ય પદ માટે એમ કુલ બે મત આપવા પડશે. રાજ્યમાં આ પહેલાં 2016-17માં નગરપાલિકા માટે ચૂંટણી પાર પડી હતી. રાજ્યની તમામ 236 નગરપાલિકાની મુદત 2022 સુધી પૂરી થઈ હતી. જૂની 236 તો નવી 10 એમ કુલ 246 નગરપાલિકા માટે આ ચૂંટણી થઈ રહી છે. નગરપાલિકા ચૂંટણીમાં સ્વબળ અજમાવવામાં આવે એવી શક્યતા છે.

ભાજપ, કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોએ નિર્ણય લેવાનો અધિકાર સ્થાનિક સ્તરે આપ્યો છે. નગરપાલિકાઓમાં યુતી અથવા આઘાડી થાય તો એનો ફટકો રાજકીય પક્ષોને પડે છે. આઘાડી અથવા યુતીના ફાળે ઓછી સીટ આવે છે અને એના લીધે પક્ષના ઈચ્છુકો નિરાશ થાય છે. તેથી જ પરિસ્થિતિ ધ્યાનમાં લઈને નિર્ણયનો અધિકાર સ્થાનિક સ્તરે આપવામાં આવ્યો છે.
વિચિત્ર યુતી કે આઘાડીની શક્યતા કેટલાક ઠેકાણે વિચિત્ર યુતી થવાની શક્યતા છે. રાયગડ જિલ્લાના કર્જતમાં રાષ્ટ્રવાદી અજિત પવાર જૂથ અને શિવસેના ઠાકરે જૂથે સાથે ચૂંટણી લડવાનો નિર્ણય જાહેર કર્યો છે. એટલે કે આ ચૂંટણી રાજકીય પક્ષના ચિહ્ન પર નહીં થાય. કોકણમાં રાણે વિરુદ્ધ શિવસેના શિંદે અને ઠાકરે જૂથ સાથે લડે એવી શક્યતા છે. બીજા કેટલાક ઠેકાણે આવી વિચિત્ર યુતી કે આઘાડી થઈ શકે છે. ઉમેદવારી અરજી પાછી ખેંચવાની તારીખ પછી જ ચિત્ર સ્પષ્ટ થશે.
પાર્થ પવાર પ્રકરણની અસર? ચૂંટણીના ટાંકણે જ ઉપમુખ્યમંત્રી અજિત પવારના પુત્ર પાર્થ પવારની જમીન ખરીદી ભ્રષ્ટાચાર જાહેર થયો. ઘણી ટીકા બાદ અજિત પવારે આ વ્યવહાર રદ કરવામાં આવ્યાની ઘોષણા કરી. પણ આ પ્રકરણથી અજિત પવાર અને રાષ્ટ્રવાદીની છબી ખરડાઈ. ખાસ કરીને પુણે જિલ્લાની 17 નગરપાલિકા અને નગર પંચાયતની ચૂંટણીમાં જમીન વ્યવહારનો મુદ્દો પ્રચારમાં અજિત પવાર માટે માથાનો દુખાવો સાબિત થાય એવા ચિહ્ન છે.

ચૂંટણીની વિગત રાજ્યની 246 નગરપાલિકા અને 42 નગર પંચાયતોની કુલ 6 હજાર 859 સીટ માટે મતદાન થશે. ઉમેદવાર અરજી દાખલ કરવાની પ્રક્રિયા 10 નવેમ્બરના શરૂ થઈ અને 17 નવેમ્બરના પૂરી થશે. અરજી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 21 નવેમ્બર છે. મતદાન 2 ડિસેમ્બર અને મત ગણતરી 3 ડિસેમ્બરના થશે. વિભાગ પ્રમાણે જોઈએ તો કોકણની 27, નાશિક 49, પુણે 60, છત્રપતિ સંભાજીનગર 52, અમરાવતી 45 અને નાગપુરની 55 નગરપાલિકા અને નગર પંચાયત માટે ચૂંટણી થશે.
For more details… Contact 9322529232 / 9324483455
