લાખો ભાવિકોના શ્રદ્ધાસ્થાન અષ્ટવિનાયક મંદિરમાં હવે ભાવિકોએ કપડા વિશે સજાગ રહેવું પડશે કારણ કે અષ્ટવિનાયક ગણપતિના દર્શન માટે ભાવિકોને ડ્રેસકોડ લાગુ કરવામાં આવ્યો છે. મંદિરની પવિત્રતા અબાધિત રાખવા એવા કપડા પહેરનારા ભાવિકોને જ મંદિરમાં પ્રવેશ મળશે. પાશ્ચાત્ય કપડા પહેરનારા ભાવિકોએ મંદિરની બહારથી જ બાપ્પાને નમસ્કાર કરવા પડશે. અષ્ટવિનાયક ગણપતિમાં મોરગાવના મોરેશ્વર, થેઉરના ચિંતામણી, સિદ્ધટેકના સિદ્ધિવિનાયક સહિત ચિંચવડના મોરયા ગોસાવી સંજીવન મંદિર અને ખાર નારંગી મંદિરમાં દર્શન માટે ડ્રેસકોડ લાગુ કરવામાં આવ્યો છે. આ પાંચ મંદિર ચિંચવડ દેવસ્થાન ટ્રસ્ટના અખત્યાર હેઠળ આવે છે. આ ટ્રસ્ટે કપડાની નિયમાવલી જાહેર કરી છે. આ ફરજિયાત નથી પણ વિનંતી છે એમ ટ્રસ્ટે જણાવ્યું છે.

પુરુષોએ પારંપારિક અને સભ્ય કપડા એટલે કે શર્ટ, ટીશર્ટ, ફૂલ પેન્ટ કે ધોતિયુ, કુર્તા પાયજામા જેવા કપડા પહેરવા. મહિલાઓએ સાડી, સલવાર કમીઝ, પંજાબી ડ્રેસ અથવા અન્ય પારંપારિક કપડા પહેરવા. કોઈ પણ અતિઆધુનિક, અપારંપારિક, પારદર્શક, સ્લિવલેસ, ફાટેલા, અંગપ્રદર્શન કરતા અથવા અનૌપચારિક કપડા પહેરીને મંદિરના પ્રાંગણમાં પ્રવેશ કરવો નહીં એમ જણાવવામાં આવ્યું છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
