પશ્ચિમ રેલવેમાં બોરીવલી ખાતે ગેરકાયદે અતિક્રમણોને હટાવવા માટે રેલવે પ્રશાસને તાજેતરમાં સક્રિયપણે ઝુંબેશ હાથ ધરી હતી, જે અન્વયે અનેક ગેરકાયદે ઝૂંપડપટ્ટી અને બાંધકામોને હટાવવામાં આવ્યા હોવાનું રેલવેએ જણાવ્યું હતું.
બોરીવલી પૂર્વમાં રેલ્વે સુરક્ષા દળ (RPF), સરકારી રેલવે પોલીસ (GRP) અને મુંબઈ શહેર પોલીસના સંયુક્ત પ્રયાસથી એક મહત્વપૂર્ણ અતિક્રમણ વિરોધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અભિયાનમાં ૮૦ અનધિકૃત બાંધકામોને સફળતાપૂર્વક તોડી પાડવામાં આવ્યા હતા. બોરીવલી પૂર્વ બાજુની લગભગ ૪૩ અનધિકૃત ઝૂંપડપટ્ટીઓ દૂર કરવામાં આવી હતી. આ ઝુંબેશ પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝન દ્વારા પૂર્વ-આયોજિત અભિયાનનો એક ભાગ હતો.

એન્જિનિયરિંગ વિભાગના SSE (કામ/જમીન)ની દેખરેખ હેઠળ મજૂરોની મદદથી આ કામ હાથ ધરવામાં આવ્યું હતું. બે મોટા ઝૂંપડામાંથી લોખંડના પતરા અને વાંસ જેવી વસ્તુઓ મળી આવી હતી જેને વર્ક્સ ઇન્સ્પેક્ટર (IOW) દ્વારા વિભાગીય ગોડાઉનમાં જમા કરવામાં આવી હતી.
અતિક્રમણના સફાયા માટે 110 કર્મચારી જોડાયા
પશ્ચિમ રેલવેના અતિક્રમણ વિરોધમાં બોરીવલી પૂર્વ સ્થિત 34/18 કિલોમીટર અને 35/05 કિલોમીટરના અંતરની વચ્ચે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કડક સુરક્ષા વચ્ચે આ કામગીરી શાંતિપૂર્ણ રીતે થઇ હતી. આ ઝુંબેશમાં કુલ ૧૧૦ કર્મચારીઓ જોડાયા હતા, જેમાં આરપીએફ, જીઆરપી, મુંબઈ પોલીસ, મહારાષ્ટ્ર સુરક્ષા દળ અને હોમગાર્ડ્સના અધિકારીઓનો સમાવેશ થાય છે. કાયદો અને વ્યવસ્થાની કોઈ સમસ્યા ઊભી થઇ નહોતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
