મુંબઈમાં મેટ્રોનું નેટવર્ક ધીમે ધીમે વિસ્તરતું જાય છે. અમુક મેટ્રો રૂટ પર નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે તો અમુક રૂટ પૂર્ણ થવાની તૈયારીમાં છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA)એ આ મહિને મુંબઈમાં વધુ એક મેટ્રો લાઇન પર ટ્રાયલ રન શરૂ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મેટ્રો-9 કોરિડોરના 4.973 કિમીના રૂટ પર ટ્રાયલ રન શરૂ કરવા માટે દસમીથી વીજ પુરવઠો શરૂ કરવામાં આવશે.
13.5 કિલોમીટરના કોરિડોરમાં મેટ્રો-નવનું નિર્માણ થશે
જોકે, પ્રસ્તાવિત કોરિડોરમાં 4.973 કિમી લાંબા રૂટ પર વીજ પુરવઠો શરૂ કર્યા પછી અને જરૂરી નિરીક્ષણો કર્યા પછી મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં મેટ્રોનો ટ્રાયલ રન શરૂ થઈ શકે છે. જાહેર જનતા માટે આ રૂટમાં મેટ્રો વર્ષના અંત સુધીમાં દોડાવી શકાય છે. દહિસર (પૂર્વ) અને મીરા ભાયંદર વચ્ચેના 13.5 કિમી લાંબા રૂટ પર મેટ્રો 9નું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

સમગ્ર રૂટનું સિવિલ વર્ક પૂર્ણ ન થયું હોવાના કારણે MMRDAએ 13.5 કિમીના રૂટ પર એકસાથે સેવા શરૂ કરવાને બદલે તેને બે તબક્કામાં શરૂ કરવાની યોજના બનાવી છે. મેટ્રો-9 કોરિડોરના સમગ્ર રૂટનું સિવિલ વર્ક 95 ટકા પૂર્ણ થયું છે. પ્રથમ તબક્કામાં, દહિસર (પૂર્વ) અને કાશીગાંવ મેટ્રો સ્ટેશન વચ્ચે મેટ્રો સેવા શરૂ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. મેટ્રોના 4.973 કિમીના પહેલા તબક્કામાં ચાર સ્ટેશન છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
