ભાયખલા ખાતેના વીરમાતા જીજાબાઈ ભોસલે ઉદ્યાન અને પ્રાણીસંગ્રહાલય એટલે કે રાણીબાગમાં આગામી સમયમાં ઈમૂ, ચિંપાન્ઝી, ગોરિલા, સફેદ સિંહ, ઝેબ્રા, જિરાફ જેવી વિદેશી પ્રાણી જોવા મળશે. મહાપાલિકા તરફથી આ વિદેશી પ્રાણીઓના રહેવા માટે 17 પિંજરા બાંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
ઉપરાંત રાણીબાગની મુલાકાતે આવતા પર્યટકો અને નાગરિકોના મનોરંજન અને પ્રાથમિક સુવિધા માટે પણ મહાપાલિકા નિયોજન કરી રહી છે. ત્રણ વર્ષ પહેલાં મહાપાલિકાએ આ કામ માટે જારી કરેલા ટેંડર ખર્ચાળ અને વધારેલા દરવાળા હોવાનો આરોપ થવાથી ટેંડર રદ કરવામાં આવ્યા હતા. જો કે હવે રાણીબાગમાં આ એક્ઝોટિક ઝોનને નવેસરથી ગતિ મળશે.
મફતલાલ મિલનો ભૂખંડ રાણીબાગની પાસે છે જે મહાપાલિકાના તાબામાં આવ્યો છે. આ 10 એકર ભૂખંડ પર રાણીબાગનું વિસ્તરણ કરવામાં આવશે. વિસ્તરીકરણના આગામી તબક્કામાં એક્ઝોટિક ઝોન ઊભો કરવામાં આવી રહ્યો છે.

વિશ્વના વિવિધ ખંડના 17 દુર્લભ પ્રાણીઓના પિંજરા એના અંતર્ગત તૈયાર કરવામાં આવી રહ્યા છે. પ્રાણીઓને જોવા માટે પાયાભૂત સુવિધા, પ્રાણીઓ માટે સ્વતંત્ર વસતિ, ભોજન, આરોગ્ય સુવિધા તેમ જ પર્યટકો માટે આધુનિક પ્રદર્શન વ્યવસ્થાનો એમાં સમાવેશ કરવામાં આવશે. પ્રાણીઓના જૈવિક વર્તન સાથે અનુરૂપ સંરચના અને કુદરતી અધિવાસ પ્રમાણે વાતાવરણ નિર્માણ કરવા પર પ્રકલ્પનો ભાર છે.
એક્ઝોટિક ઝોનમાં બે માળાની ચીતા થીમ રેસ્ટોરંટ, સાર્વજનિક શૌચાલય, મુલાકાતીઓ માટે આરામગૃહ, ઈલેકટ્રીક સબસ્ટેશન, બોર્ડવોક, ફૂટપાથ, કમ્પાઉન્ડ વોલ, અને વિસ્તૃત લેન્ડસ્કેપિંગ ઊભું કરવામાં આવશે. ઉપરાંત આ ઝોન શૈક્ષણિક અને મનોરંજક અનુભવ આપનારો પણ હશે એવી માહિતી મહાપાલિકાના વરિષ્ઠ અધિકારીએ આપી હતી.
કયા કયા પ્રાણીઓ જોવા મળશે? : એક્ઝોટિક ઝોનમાં લાવવામાં આવનારા વિદેશી પ્રાણીઓમાં ઈમૂ, વોલેબી, બ્લેક સ્વાન, લોરિકીટ, કાચબા, જેગુઆર, ચિંપાન્ઝી, પ્યૂમા, ગોરિલા, ટેમરિન, માર્મોસેટ, સફેદ સિંહ, આફ્રિકન સવાના (જિરાફ-ઝેબ્રા-ઓરિક્સ), જાયન્ટ એન્ટિટર, મીરકેટ, રિંગ ટેઈલ્ડ લેમુર, ચીતા અને હિપ્પો જેવી પ્રજાતીનો સમાવેશ છે.

ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને અમેરિકાની પ્રાણી સંસ્કૃતિના થીમ પર આધારિત વિભાગ, પક્ષીઓ સાથે સીધા સંપર્ક કરી શકાય એવું પ્રાંગણ, વાંદરાઓ માટે જિમનેજિયમ સ્વરૂપના વિશિષ્ટતાપૂર્ણ પિંજરા તૈયાર કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.
ઉપરાંત પ્રાણીઓને જોતા વાસ્તવિક અનુભવ થાય એ માટે કેટલાક પિંજરામાં જળાશય, કૃત્રિમ ખડક વગેરેનો ઉપયોગ કરવામાં આવશે. કેટલાક ઠેકાણે પાણી નીચેથી પણ પ્રાણીઓને જોઈ શકવાની સુવિધા હશે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
