18 જાન્યુઆરીના રોજ યોજાનારી વર્લ્ડ એથ્લેટિક્સ ગોલ્ડ લેબલ રેસ ટાટા મુંબઈ મેરેથોન (ટીએમએમ)ની 21મી એડિશન માટે ઈન્ટરનેશનલ ઈવેન્ટ એમ્બેસેડર તરીકે ઓલિમ્પિક ચેમ્પિયન આંદ્રે દ ગ્રાસની નિયુક્તિ કરવામાં આવી છે. સૌથી સિદ્ધ સ્પ્રિંટરમાંથી એક ગ્રાસની હાજરી નવી પેઢીને પ્રોત્સાહિત કરશે.
સ્પોર્ટ્સના સૌથી મોટાં મંચો પર મંત્રમુગ્ધ કરનારા ફિનિશ, દબાણ હેઠળ પણ સ્વસ્થ અને ઉત્તમ કામગીરી કરવાની ક્ષમતા માટે જ્ઞાત આંદ્રે વૈશ્વિક એથ્લેટિક્સ આઈકોન છે, જેનો પ્રવાસ વિશ્વભરમાં લાખ્ખો યુવાનોને આજે પણ પ્રેરિત કરે છે.
એક સ્થાનિક સ્પર્ધામાં તે બાસ્કેટબોલ શૂઝ અને ઉધાર લીધેલા સ્પાઈક્સ સાથે સ્પ્રિંટમાં ભાગ લેતો જોવા મળ્યો હતો, જે અવસર અસાધારણ કારકિર્દીનો આરંભ હતો.આજે ગ્રાસ સાત ઓલિમ્પિક મેડલ્સ સાથે વર્લ્ડ એથ્લેટિક્સના એલિટમાં સ્થાન ધરાવે છે. રિયો 2016 ઓલિમ્પિક ગેમ્સમાં તેણે 200 મીટરમાં સિલ્વર, 100 મીટર અને 4×100 મીટર રિલેમાં બ્રોન્ઝ પ્રાપ્ત કર્યો હતો.
ટોકિયો 2020 ઓલિમ્પિક્સમાં 200 મીટરમાં ગોલ્ડ અને 100 મીટર તથા 4×100 મીટર રિલેમાં પોડિયમ ફિનિશ કર્યું હતું. તાજેતરમાં પેરિસ 2024 ઓલિમ્પિક ગેમ્સમાં 4×100 મીટર રિલેમાં કેનેડાના ગોલ્ડ અપાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.

ઓલિમ્પિક મંચની પાર યુજીનમાં 2022 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ્સ ખાતે ગોલ્ડ સહિત પાંચ એડિશનમાં છ મેડલ પ્રાપ્ત કર્યા હતા. ટ્રેકની બહાર આંદ્રે દ ગ્રાસ ફેમિલી ફાઉન્ડેશન થકી હજારો યુવાનોને સ્પોર્ટસ અને શિક્ષણને પહોંચ આપવામાં મદદરૂપ પણ થાય છે.
સિટી એન્કર
મહાનતા સૌથી અણધારી શરૂઆત ઈવેન્ટની પ્રમોટર પ્રોકેમ ઈન્ટરનેશનલના વિવેક સિંહ કહે છે, ગ્રાસનો પ્રવાસ મહાનતા સૌથી અણધારી શરૂઆતમાંથી ઊભરી શકે તેની શક્તિશાળી યાદગીરી છે. તેની સિદ્ધિ સાથે સમાજને કશું આપવાની માનવતા અને કટિબદ્ધતા ટાટા મુંબઈ મેરેથોનના જોશ સાથે સહજતાથી સુમેળ સાધે છે.
તેની હાજરી ભારતભરના રનરોને તેમની સીમા પાર કરવા અને તેમની સંભાવના સાકાર કરવા માટે પ્રેરણા આપશે.
ટાટા મુંબઈ મેરેથોન 21મી એડિશનમાં પ્રવેશ કરીને ધૈર્ય, સમુદાય અને રમતનાં મૂલ્યોની પરિવર્તનકારી શક્તિની ઉજવણી કરવાનું ચાલુ રાખ્યું છે, જે ગ્રાસના અનન્ય પ્રવાસ અને મજબૂત વારસા સાથે ઊંડાણથી સુમેળ સાધે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
