મુંબઈગરાઓના રોજિંદા જીવનનો અવિભાજ્ય હિસ્સો બની ગયેલી ટ્રાફિક જામની સમસ્યાને ટૂંક સમયમાં જ ગુડબાય કરવામાં આવશે. અમેરિકા અને યુરોપની તર્જ પર મુંબઈમાં પણ વાહનો માટે ‘મલ્ટિમોડલ ટનલ’ બનાવવામાં આવશે. મુંબઈ મહાનગરપાલિકાએ આ માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરી છે અને છ મહિનામાં તેનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે.
અંડરગ્રાઉન્ડ પરિવહન નેટવર્કને વિસ્તૃત કરવા માટે મહાનગરપાલિકાએ અંદાજિત ૪,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના ખર્ચનો અહેવાલ તૈયાર કર્યો છે. મુંબઈની વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખીને, પ્રવાસમાં સુગમતા લાવવા માટે આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ વાહનવ્યવહારને સરળ બનાવવા માટે બહુહેતુક ભૂગર્ભપરિવહન વ્યવસ્થા ઊભી કરવાની જરૂર છે. તે દિશામાં મહાનગરપાલિકા આયોજન કરી રહી છે અને તે મુજબ કોસ્ટલ રોડ, ઈસ્ટર્ન ફ્રી-વે, વેસ્ટર્ન એકસપ્રેસ હાઈવે, ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને અન્ય મહત્ત્વના માર્ગોને અંડરગ્રાઉન્ડ ટનલ સાથે જોડવામાં આવશે.

આ યોજના હેઠળ બનાવવામાં આવનારી ટનલ મુંબઈના ઘણા ભાગોને જોડશે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપી હતી કે આ કામ માટે એક કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી છે. કન્સલ્ટન્ટ વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરશે, પ્રોજેક્ટની શક્યતા તપાસશે, નકશા તૈયાર કરશે અને ટેન્ડર તૈયાર કરશે અને પછી મંજૂર પ્રોજેક્ટ માટે મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે કામ કરશે. ટેન્ડર બહાર પાડયા પછી આ પ્રોજેક્ટનો સમયગાળો સાડા પાંચ વર્ષનો રહેશે. હાલમાં, કન્સલ્ટન્ટ દ્વારા છ મહિનાથી એક વર્ષમાં રિપોર્ટ રજૂ કરવામાં આવશે. ત્યારબાદ જ મલ્ટિ-મોડલ ટનલ પ્રોજેક્ટ મુંબઈમાં ચોક્કસ કેવી રીતે સાકાર થશે, તે સ્પષ્ટ થશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
