વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોના જીવનમાં ઉષ્મા અને હૂંફ ઉમેરવાના ઉમદા હેતુ સાથે રોટરી ક્લબ ઓફ અપર કાંદિવલી અને એઈડ્સ કોમ્બેટ ઇન્ટરનેશનલ સંસ્થા દ્વારા કેળવે રોડ ખાતે આવેલા ભાઉસાહેબ વર્તક અને ઈન્દુતાઈ વર્તક વિશ્રામધામની મુલાકાત લેવાઈ. વધતી ઉંમરે ભૌતિક સુખ-સુવિધા સાથે માનવીય હૂંફ પણ મહત્વની બની રહે છે.
આ વિચારને આકાર આપતા તાજેતરમાં રોટરી ક્લબ ઓફ અપર કાંદિવલી અને એઈડ્સ કોમ્બેટ ઈન્ટરનેશનલ સંસ્થા દ્વારા વયોવૃદ્ધ લોકોનાં જીવનમાં થોડી ઉષ્મા અને હર્ષ ઉમેરવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે મુંબઈ નજીક કેળવે રોડ ખાતે આવેલા ભાઉસાહેબ વર્તક અને ઈન્દુતાઈ વર્તક વિશ્રામધામની એક દિવસીય મુલાકાત લેવામાં આવી હતી.
રોટરી ક્લબ ઓફ અપર કાંદિવલીના સેક્રેટરી વિવેક ગાવકર, રોટેરિયન મહેશભાઈ ભત્કલ, ડૉ. ગિરીશ ત્રિવેદી જે એઈડ્સ કોમ્બેટ ઇન્ટરનેશનલ સંસ્થાના સ્થાપક પણ છે એમણે આ વૃદ્ધાશ્રમના સભ્યો સાથે એક દિવસ વિતાવ્યો હતો અને અહીંના પ્રત્યેક વડીલ સાથે અંતરંગ વાતચીત કરી હતી.

આ પ્રસંગે વૃદ્ધાશ્રમના પ્રમુખ અશોક રાઉત અને વ્યવસ્થાપક સુજાતા સોહનીના હસ્તે મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. રોટેરિયન ડૉ. ગિરીશ ત્રિવેદીના સેવાકાર્યો અને સમાજ માટે કરેલ વિપુલ યોગદાન વિષે જાણીને સૌએ આનંદ અને આભાર વ્યક્ત કર્યો હતો. આ મુલાકાત દરમ્યાન વડીલો પ્રત્યે કાળજીના પ્રતિક રૂપે વૃદ્ધાશ્રમમાં તકિયા, ટુવાલ અને બ્લેન્કેટ જેવી ઉપયોગી વસ્તુઓ જે રોટેરિયન રોમલ પ્રકાશ શાહ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી તે પણ ભેટ આપવામાં આવી હતી.
ઉદારતાને વધાવી લેવાઈ અંતે વિવેક ગાંવકરે સૌ ઉપસ્થિતો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. રોટેરિયન મહેશ જેઓ વૃદ્ધાશ્રમ સુધી સૌને લઇ આવ્યા એમના ઉત્સાહ માટે અને પ્રસન્ન ગાંવકરની ઉપસ્થિતિ માટે તેમણે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. સાથે જ, રોટેરિયન રોમલ પ્રકાશ શાહની ઉદારતાને પણ વધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે કેળવે રોડ ખાતેના આ વૃદ્ધાશ્રમમાં સભ્યો સાથે વિતાવેલા સમયની પ્રસન્નતા અને સંતોષ ઉપસ્થિત સર્વેના મુખ પર દેખાઈ રહ્યો હતો અને આમ આ મુલાકાત માત્ર સેવાકાર્ય નહીં પણ માનવતાને સ્પર્શતો એક હૃદયસ્પર્શી પ્રસંગ બની રહ્યો હતો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
