રોટરી ડિસ્ટ્રિક્ટ ૩૧૪૧એ મહિલા સશક્તિકરણના ભાગરૂપે પિંક ઑટો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. રોટરી ઈન્ટરનેશનલ પ્રેસિડેન્ટ રોટેરિયન ફ્રાન્સેસ્કો એરઝોએ મુંબઈના મુલુંડમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી હતી. આ અવસરે ડૉ. મનીષ મોટવાનીએ જણાવ્યું હતું કે જરૂરિયાતમંદ મહિલાઓને પિંક ઑટો અપાશે. વાહનના ડાઉન પેમેન્ટ માટેની ૫૦ ટકા રકમ રોટરી આપશે, જ્યારે બાકીની રકમ માટે સરકારી બૅન્કોની લોનની વ્યવસ્થા કરી રકમ માટે સરકારી બૅન્કોની લોનની વ્યવસ્થા કરી આપવામાં આવશે.
નાણાકીય સહાય ઉપરાંત ડ્રાઈવિંગ તાલીમ, કમર્શિયલ સ્કિલ, ગ્રાહક સેવા, સ્વરક્ષણ જેવી સવલતો અપાશે અને લાઈસન્સ તેમ જ વાહન મેળવવામાં મદદ કરાશે. મુંબઈમાં ૮૦ વર્ષોની અવિરત સેવાની ઉજવણી પ્રસંગે બે રોટરી ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલો લૉન્ચ કરવાની જાહેરાત કરાઈ છે. દેવનારમાં મલ્ટી-સ્પેશિયાલિટી હાર્ટ હૉસ્પિટલ અને મુલુંડમાં આઈ હૉસ્પિટલ ઊભી કરાશે. આનાથી મુંબઈના હેલ્થકેર ક્ષેત્રે પરવડી શકે તેવી સવલતો વધશે.

ડ્રીમ પ્રોજેક્ટનું કામ શરૂ રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર ડૉ. મનીષ મોટવાનીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે. આનું આયોજન બે વર્ષ અગાઉ જ શરૂ થઈ ગયું હતું અને એના ફળ ચાખવા મળી રહ્યાં છે. દેવનાર હાર્ટ હૉસ્ટિપલ ગરીબ વસ્તીની વચ્ચે આવેલી છે. તે ઍડવાન્સ્ડ કાર્ડિયાક કેર સેવા અને અંડરપ્રીવિલેજ્ડ બાળકો માટે પેડિયાટ્રિક હાર્ટ સર્જરી સેવા ઑફર કરે છે. મુલુંડ આઈ હૉસ્પિટલ નેત્રરક્ષા અંગેની જાગૃતિ વધારશે અને સારવાર આપશે.

For more details… Contact 9322529232 / 9324483455
