દહિસર ટોલનાકા પરથી પસાર થનારા ટ્રેલરને કારણે થયેલા વિચિત્ર અકસ્માતમાં ટોલ બૂથ પરના કર્મચારીએ જીવ ગુમાવ્યો હતો. ટ્રેલરની બહારની તરફ જોખમી હાલતમાં રખાયેલા સામાનને કારણે ટૉલ બૂથ ઊંધું વળતાં રહી ગયું તો બૂથ અને સામાન વચ્ચે કર્મચારી દબાઈ ગયો હતો.
દહિસર પોલીસના જણાવ્યા મુજબ શનિવારની વહેલી સવારે સાડાપાંચ વાગ્યાની આસપાસ બનેલી ઘટનામાં મૃત્યુ પામેલા કર્મચારીની ઓળખ નાગેશ નરસપ્પા ઉસીરલા (38) તરીકે થઈ હતી. ઘટના બાદ ટ્રેલર સાથે ડ્રાઈવર ફરાર થઈ ગયો હોઈ પોલીસે તેની શોધ હાથ ધરી હતી.

પોલીસ ફરિયાદ અનુસાર નાગેશ તેના સાથી હરીશ બૈરાગી સાથે નાઈટ ડ્યૂટીમાં શુક્રવારની રાતે 11 વાગ્યાની આસપાસ ટોલનાકા ખાતે ફરજ પર હાજર થયો હતો. બન્નેની ડ્યૂટી દહિસર ટોલનાકાના બૂથ નંબર-1 ખાતે હતી. ત્યાંથી પસાર થનારા વાહનના ડ્રાઈવરોને બન્ને જણ ટોલપાવતી બનાવીને આપતા હતા.
ફરિયાદમાં જણાવાયું હતું કે વહેલી સવારે દહિસરથી મીરા રોડ તરફ એક ટ્રેલર જઈ રહ્યું હતું. આ ટ્રેલરના પાછળ ક્ધટેઈનરના ભાગમાં બહારની તરફ જોખમી રીતે સામાન રાખવામાં આવ્યો હતો. સામાન એટલો બહાર હતો કે તે ટોલ બૂથને અડી ગયો હતો, જેને કારણે બૂથ હલી ગયું હતું અને ઊંધું વળવા લાગ્યું હતું.

For more details… Contact 9322529232 / 9324483455
