મુલુંડ (વે)માં એમ.જી. રોડ સ્થિત અંબાજી ધામ પાસે પોલીસો માટેની વસાહત બનાવવા અંતર્ગત સાત ટાવર ઊભા કરવાનું કામ વેસ્કોન કંપનીને આપવામાં આવ્યું છે. બાંધકામ હેઠળની આ ઈમારતના સાતેય ટાવરના ફ્લેટમાં વીજ જોડાણ માટે ઈલેક્ટ્રિક હાઉસીંગ વાયર બેસાડવાનું કામ ચાલુ હતું.
૧૫ જુલાઈના વસાહતના આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર રાજીવ પાટીલને તેમના કર્મચારીએ ફોન કરીને તેમણે ટાવર નં. ૧ના ફ્લેટમાં બેસાડેલા ઈલેક્ટ્રિક હાઉસીંગ વાયરની ચોરી થઈ ગઈ હોવાનું જણાવતાં તેઓ તાબડતોબ બાંધકામના સ્થળે પહોંચી ગયા હતા અને ચોરી થઈ હોવાની ખાતરી થતાં પાટીલે મુલુંડ પોલીસ સ્ટેશનમાં બાંધકામ હેઠળના ઘરોમાં લગાડેલા રૂા. ૧,૫૨,૦૧૦,૯૧ની કિંમતના વીજ વાયર અજાણ્યા તસ્કરોએ ચોરી લીધા હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કેસ નોંધીને વધુ તપાસ આદરી છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw