મુંબઈમાં ઉકળાટ દિવસે દિવસે વધી રહ્યો છે, જેને કારણે બાષ્પીભવણ પણ વધ્યું હોવાથી મુંબઈને પાણી પુરવઠો કરતાં જળાશયોમાં પાણીનો જથ્થો ઓછો થઈ ગયો છે. આમ છતાં મુંબઈગરાના પાણીપુરવઠામાં કોઈ અસર નહીં થશે, એમ મહાપાલિકા દ્વારા સોમવારે ગૂડ ન્યૂઝ અપાઈ હતી.
રાજ્ય સરકારે પણ મુંબઈ માટે કન્ટિન્જન્સી રિઝર્વમાંથી પાણી ઉપલબ્ધ કરી આપ્યું હોવાથી મુંબઈગરાને રાહત છે.હાલની પરિસ્થિતિ ધ્યાનમાં લેતાં મુંબઈગરાના પાણીપુરવઠામાં કોઈ કપાત કરવાનો વિચાર નથી. 31 જુલાઈ, 2025 સુધી પાણીપુરવઠો ચાલી રહેશે એવું નિયોજન કરવામાં આવ્યું છે. આ જ રીતે હવામાન ખાતા સાથે સમન્વય સાધીને વરસાદ સંબંધી અંદાજ ધ્યાનમાં લઈને આગળનો નિર્ણય લેવામાં આવશે, એમ મહાપાલિકાએ જણાવ્યું હતું.મહાપાલિકાના કમિશનર અને પ્રશાસક ભૂષણ ગગરાણીએ સોમવારે મહાપાલિકા મુખ્યાલયમાં ઉચ્ચ સ્તરીય બેઠક લીધી હતી, જેમાં પાણીપુરવઠાનો કયાસ મેળવવામાં આવ્યો હતો.

પ્રોજેક્ટના એડિશનલ કમિશનર અભિજિત ડાંગર, હાઈડ્રોલિક એન્જિનિયર પુરુષોત્તમ માળવદે સહિત સંબંધિત અધિકારીઓ આ સમયે હાજર હતા.સોમવારે સવાર સુધીની આંકડાવારી ધ્યાનમાં લેતાં મુંબઈને પાણીપુરવઠો કરતાં જળાશયોમાં એકંદરે 22.66 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આટલું જ નહીં, રાજ્ય સરકારે પણ મહાપાલિકાને ભાતસા ડેમ અને અપ્પર વૈતરણા ડેમમાંથી કન્ટિન્જન્સી રિઝર્વમાંથી વધારાનો પાણીપુરવઠો કરવાનું આ પૂર્વે જ માન્ય કર્યું છે. તેનો અર્થ મુંબઈ માટે 31 જુલાઈ, 2025 સુધીના પાણીના જથ્થાનું નિયોજન કરાયું છે. આથી હાલની પરિસ્થિતિમાં પાણીકાપન કોઈ આવશ્યકતા જણાતી નથી, એમ તેમણે જણાવ્યું હતું.
ડેમમાં ઉપલબ્ધ પાણીના જથ્થા પર મહાપાલિકા પ્રશાસન બારીકાઈથી નજર રાખીને છે. આ સાથે વરસાદના આગમન બાબતે હવામાન ખાતા સાથે સમન્વય સાધીને મહાપાલિકા પ્રશાસન મારફત આગળનો નિર્ણય લેવાશે. આમ છતાં મુંબઈગરાએ પાણી સાચવીને અને કરકસર સાથે વાપરવું અને સહયોગ આપવો, એવો અનુરોધ પણ મહાપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે.

મુંબઈને તાનસામાંથી રોજ 45.5 કરોડ લિટર, મોડકસાગર (વૈતરણા)માંથી 45.5 કરોડ લિટર, મધ્ય વૈતરણામાંથી 45.5 કરોડ લિટર, ઉર્ધ્વ વૈતરણામાંથી 64.0 કરોડ લિટર, ભાતસામાંથી 202.0 કરોડ લિટર પાણી પુરવઠો કરવામાં આવે છે. આ જળસ્રોતો મુંબઈ શહેરથી આશરે 120 કિમી અને તેથી વધુ દૂર અંતરે છે. મુંબઈ શહેરની હદમાં ફક્ત બે નાનાં જળાશય વિહારમાંથી રોજ 9.0 કરોડ લિટર અને તુલસીમાંથી 1.8 કરોડ લિટર પાણી પુરવઠો કરવામાં આવે છે. મુંબઈને રોજ 385.0 કરોડ લિટર પાણી પુરવઠો આ સર્વ જળાશયોમાંથી કરવામાં આવે છે.
મુંબઈની પાણીપુરવઠા પ્રણાલી એશિયા અને દુનિયામાં નં. 1 વ્યવસ્થામાંથી એક છે. તાનસા 2743.30 મીટર સાથે સૌથી લાંબું જળાશય છે. ભાંડુપ જળશુદ્ધિકરણ કેન્દ્ર એશિયામાં પ્રતિ દિવસ 281.0 કરોડ લિટર સાથે સૌથી મોટું જળશુદ્ધિકરણ કેન્દ્ર છે. ભાંડુપ અને પાંજરાપુરમાં રોજ 4.0 કરોડ લિટર બેકવોશ પાણીનો પુનઃવપરાશ કરાય છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
