ઇષ્ટદેવ શ્રી દરિયાલાલ દેવની અસીમ કૃપાથી તથા વડીલોના આશિષથી શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશ્યલ ગ્રુપ આયોજીત ૪૦માં સમૂહલગ્ન સંવત ૨૦૮૨ ફાગણ સુદ ૪ અને ૫, શનિવાર અને રવિવાર તા. ૨૧-૨૨/૨/૨૦૨૬ના શુભદિને ૩૦ નવદંપતિ “માં” વિરબાઈમાં નગર મધ્યે પ્રભુતામાં પગલાં માંડશે તથા ૫૧ બટુકો ઉપનયન સંસ્કાર ધારણ કરશે.
આ ઐતિહાસિક વિરાટ જ્ઞાતિ સંમેલનમાં સંતો, મહેમાનશ્રીઓ, દાતાશ્રી તથા રાજકીય સામાજીક આગેવાનો હાજરી આપશે.
સમાજ ઉત્કર્ષના આ સેવાયજ્ઞ કાર્યક્રમમાં સમસ્ત રઘુવંશી સમાજના શ્રેષ્ઠીઓ આગેવાનો, સૌ જ્ઞાતિજનોને નવદંપતિઓને તથા સમાજને નવપુષ્પની જેમ પ્રફુલ્લિત કરશે, તો આ પ્રસંગે રઘુવંશી સમાજને પધારવા ભાવભર્યું નિમંત્રણ છે.
૫.પૂ. સંતશ્રી શાંતિદાસજી મહારાજ શ્રીમદ્ જગતગુરૂ શ્રી કબીર વીભાણ દ્વારા આચાર્ય અનંત વિભુષીતને શ્રી શ્રી ૧૦૦૮ની પદવી મળતા રકતતુલાથી સન્માનિત કરવામાં આવશે. શ્રી ડો. નીમાબેન આચાર્ય (પૂર્વ અધ્યક્ષશ્રી, ગુજરાત વિધાનસભા)ને શ્રી રઘુવંશી સમાજ રત્ન આપીને સન્માનિત કરવામાં આવશે.
કાર્યક્રમની રુપરેખા આ પ્રમાણે છે – સંવત ૨૦૮૨ ફાગણ સુદ ૪ને શનિવાર તા. ૨૧/૦૨/૨૦૨૬ના શુભદિને “માં” વિરબાઈમા નગર, ધ વિલા, સેડાતા, ભુજ-કચ્છ ખાતે આ આયોજન કરવામાં આવેલ છે. ફુલેકુ સાંજે ૪.૦૦ કલાકે, સંધ્યા પાઠ સાંજે ૫.૦૦ કલાકે (જીતુભાઈ ભગત દ્વારા), સમુહર્તા, સાંજે ૭.૦૦ કલાકે, શ્રી જલારામ જીવન ચરિત્ર સાંજે ૭.૩૦ કલાકે (મુલુંડના કલાકારો દ્વારા), સંગીત સંધ્યા રાત્રે ૮.૩૦ કલાકે સંવત ૨૦૮૨ ફાગણ સુદ પ ને રવિવાર તા. ૨૨/૦૨/૨૦૨૬ના શુભદિને મંડપારોપણ, ગ્રહશાંતિ, જનોઈ સવારે ૮.૦૦ કલાકે, હસ્તમેળાપ સવારે ૧૧.૩૦ કલાકે, ભોજન સમારંભ બપોરે ૧૨.૦૦ કલાકે, કન્યા વિદાય સાંજે ૪.૧૫ કલાકે, આચાર્યશ્રી કૌશિકભાઈ મહેશભાઈ જોષી, માનકુવાવાળા, આચાર્યશ્રી હર્ષભાઈ હરેશભાઈ જોષી, નખત્રાણાવાળા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુકેતુભાઈ એન. રૂપારેલ, રશ્મીકાંત એચ. ઠક્કર, રાજેશ ડી. પલણ કૈલાશ વિ. ગણાત્રા, હરેશ આર. સત્રા, કુશલ એમ. ઠક્કર, પુરૂષોત્તમભાઈ પૂંજાણી, દીપક સોમૈયા, રાજેશભાઈ નાળિયેરવાળા આદિનો સિંહફાળો રહ્યો છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
