મહારાષ્ટ્રમાં હિન્દી અને મરાઠી ભાષાને લઈને રાજકીય વિવાદ વક્યો છે. રાજ્યમાં હિન્દીને શાળાઓમાં ફરજિયાત કરવાનો મુદ્દોની ચર્ચાએ જોર પકડ્યું છે, આ મામલે રાજકીય પક્ષ દ્વારા એક બીજા પર આકરા પ્રહાર પણ કરવામાં આવી રહ્યા છે. આ મુદ્દે શિવસેના (યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરે અને એમએનએસના રાજ ઠાકરે સરકારની નીતિનો વિરોધ કરી રહ્યા છે. રાજ્ય સરકારે હિન્દીને ફરજિયાત બદલે વૈકલ્પિક ભાષા તરીકે રાખવાનો નિર્ણય લીધો હોવા છતાં, વિરોધ યથાવત્ જોવા મળી રહ્યો છે.
ઉદ્ધવ ઠાકરેએ આ મુદ્દાને મરાઠી અસ્મિતા સાથે જોડીને સરકાર પર હિન્દી થોપવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે તેમણે સરકારને વિરોધ પ્રદર્શનની ચીમકી પણ આપી છે, જ્યારે રાજ ઠાકરેની એમએનએસે મરાઠીના સમર્થનમાં હસ્તાક્ષર અભિયાન શરૂ કર્યું છે. બીજી તરફ, ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ સ્પષ્ટ કર્યું કે લોકતંત્રમાં કોઈ ભાષા થોપવામાં નહીં આવે. મંત્રી ચંદ્રશેખર બાવનકુળેએ જણાવ્યું કે મરાઠી રાજ્ય માટે આવશ્યક છે, પરંતુ હિન્દી વૈકલ્પિક ભાષા તરીકે રહી શકે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એસપી)ના નેતા શરદ પવારે આ વિવાદનો અંત લાવવા માટે એક સંતુલિત માર્ગ અપનાવવાની સલાહ આપી હતી. તેમણે સરકાર સૂચન કર્યું કે, પ્રાથમિક શિક્ષણમાં હિન્દી ફરજિયાત કરવી યોગ્ય ન ગણાવી. નાના બાળકો પર ભાષાનો વધુ બોજ ન નાખવો જોઈએ. તેમણે સૂચવ્યું કે પાંચમા ધોરણ સુધી માતૃભાષાને પ્રાથમિકતા આપવી જોઈએ, અને ત્યારબાદ વાલીઓની ઇચ્છા મુજબ હિન્દી શીખવાનો વિકલ્પ આપવો જોઈએ.

For more details… Contact 9322529232 / 9324483455
