આધાર કાર્ડ દેશમાં એક યુનિક ડોક્યુમેન્ટ છે. તે કોઈ પણ જગ્યાએ ID Proof તરીકે સ્વીકૃતિ ધરાવે છે. વર્તમાન સમયમાં મોબાઈલ ફોન માટે સિમ ખરીદતી વખતે બાળકને શાળામાં એડમિશન માટે, બેન્ક અકાઉન્ટ ખોલાવવા અથવા તો બિઝનેસ ડિલ કરવામાં પણ આધાર કાર્ડ (Aadhaar Card)ની જરૂર પડે છે. પારદર્શિતાને જાળવી રાખવા અને ગેરરીતિને દૂર કરવા માટે સરકારે અગાઉ પાન કાર્ડ (PAN CARD)ને આધાર કાર્ડ સાથે લિંક કરાવેલુ. ત્યારબાદ Voter IDને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવ્યું. હવે સરકાર બર્થ સર્ટિફિકેટ (Birth Certificate) સાથે આધાર કાર્ડને લિંક કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
બર્થ સર્ટિફિક ક્યાં બને છે?-Where is a birth certificate made

જન્મ પ્રમાણપત્ર(Birth Certificate) એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તે નવજાત શિશુની ઓળખ અને નાગરિકતા સાબિત કરે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનો અથવા પરિષદો, ગ્રામ પંચાયતો, ભારતીય કોન્સ્યુલેટ્સ અથવા દૂતાવાસો, અને સૂચિત ક્ષેત્ર પરિષદો અથવા સત્તાવાળાઓ જન્મ પ્રમાણપત્રો જારી કરે છે. હાલમાં 16 રાજ્યોમાં લિકિંગ સુવિધા ઉપલબ્ધ છે The Linking Facility is available in 16 states હાલમાં ફક્ત 16 રાજ્યો નવજાત શિશુઓ માટે જન્મ પ્રમાણપત્ર સાથે આધાર લિંક કરવાની સુવિધા આપી રહ્યા છે. આ પ્રક્રિયા એક વર્ષ પહેલા શરૂ થઈ હતી. ધીમે ધીમે વધુ રાજ્યો જોડાયા છે. અન્ય રાજ્યોમાં પણ કામ ચાલી રહ્યું છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા(UIDAI)ને આશા છે કે આગામી થોડા મહિનામાં આ સુવિધા બધા રાજ્યોમાં ઉપલબ્ધ થશે. તેનાથી એવા લોકોને સુવિધા મળશે જેમના ઘરે બાળકનો જન્મ થયો છે. આધાર અને જન્મ પ્રમાણપત્ર કેવી રીતે લિંક કરવા?
How to link Aadhaar and birth certificate? જો બાળક મોટું છે અથવા તમારી પાસે પહેલાથી જ જન્મ પ્રમાણપત્ર અને આધાર બંને છે, તો લિંક કરવું સરળ છે. Civil Registration System વેબસાઇટની મુલાકાત લો. General Public Sign Upનો ઉપયોગ કરીને એકાઉન્ટ બનાવો. લોગ ઇન કરો અને જન્મ નોંધણી(Birth Registration) સેક્શન ખોલો. આધાર લિક વિકલ્પ પસંદ કરો. જન્મ નોંધણી નંબર, આધાર નંબર અને મોબાઇલ OTP દાખલ કરો. જો રેકોર્ડ મેળ ખાય છે તો બંને દસ્તાવેજો તરત જ લિક થઈ જાય છે. જો માહિતી ખોટી હોય તો તમારે UIDAI સેવા કેન્દ્રની મુલાકાત લેવાની જરૂર પડશે. બાળકના જન્મ પછી આધાર અને જન્મ પ્રમાણપત્ર કેવી રીતે લિક થશે? How Aadhaar and birth certificate linked after Birth Child? હોસ્પિટલમાં બાળકના જન્મ પછી તેની વિગતો નોંધણી કેન્દ્રમાં દાખલ કરવામાં આવે છે. ત્યારબાદ આ માહિતી સીધી ઓનલાઈન CRS પોર્ટલ પર ટ્રાન્સફર થાય છે. બાળકનું નામ, જન્મ તારીખ, સમય, લિગ અને માતાપિતાની વિગતો આ નોંધણીમાં ઉમેરવામાં આવે છે. નવી સિસ્ટમમાં, આધાર પ્રક્રિયા પણ અહીંથી શરૂ થઈ શકે છે.

અરજી કરતી વખતે આધાર વિકલ્પ પસંદ કરીને બાળકનો આધાર નંબર દાખલ કરવામાં આવે છે. નાના બાળકો માટે બાયોમેટ્રિક્સ તાત્કાલિક લેવામાં આવતા નથી. તેથી પહેલા એક કામચલાઉ આધાર નંબર જારી કરવામાં આવે છે જે પછીથી અપડેટ કરી શકાય છે.
For more details… Contact 9322529232 / 9324483455
