ગોરેગાવમાં એક પ્રતિષ્ઠિત બિલ્ડરને ૧૦ કરોડ રૂપિયાની ખંડણી માટે બ્લેકમેઈલ કરવાના આરોપસર ખંડણી વિરોધી ટુકડીએ અભિનેત્રી હેમલતા પાટકર ઉર્ફે હેમલતા બને અને અમીના ઝવેરીની ધરપકડ કરી છે. બંને આરોપીઓને શનિવારે (૨૭ ડિસેમ્બર) એસ્પ્લેનેડ કોર્ટમાં હાજર કરાતાં તેમની પોલીસ કસ્ટડી સોમવાર સુધી લંબાવવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદી અરવિંદ ગોયલ (52) ગોરેગાંવ પશ્ચિમનો રહેવાસી છે અને વ્યવસાયે બાંધકામ વ્યાવસાયિક છે.
તેના પુત્ર વિરુદ્ધ અંબોલી પોલીસ સ્ટેશનમાં ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસનો ઉકેલ લાવવા અને પુત્રને કાનૂની મુશ્કેલીઓથી બચાવવા માટે, અભિનેત્રી હેમલતા પાટકર અને અમરીના ઝવેરીએ ગોયલ પાસેથી ૧૦ કરોડ રૂપિયાની માગણી કરી હતી.

આ રકમ પડાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું જાણ્યા પછી અરવિંદ ગોયલ ક્રાઈમ બ્રાન્ચમાં દોડી ગયા હતા.
પોલીસે કોર્ટમાં રજૂ કરેલી માહિતી અનુસાર, હેમલતા પાટકર ઉર્ફે હેમલતા બને (39)નો વિવાદાસ્પદ ઈતિહાસ છે. મેઘવાડી પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ હુમલો, ગેરકાયદેસર પ્રવેશ અને મૌખિક દુર્વ્યવહાર (કલમ 452, 323, 504) જેવા કેસ નોંધાયેલા છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
