
મુંબઈમાં ભાષા અને માંસાહારને આધારે મરાઠી લોકોને ઘર નકારવામાં આવ્યાના ઘણા કિસ્સાઓ બન્યા છે. બિલ્ડરો દ્વારા મરાઠી લોકોને થતી હેરાનગતિ અટકાવવા માટે, મુંબઈમાં નવી ઇમારતોમાં મકાનોનું વેચાણ શરૂ થયા પછી એક વર્ષ માટે 50 ટકા મકાનો મરાઠી લોકો માટે અનામત રાખવા જોઈએ. જો આ મકાનમાં મરાઠી માટે અનામત 50 ટકા ઘરમાંથી કોઈ બચે તો એક વર્ષ પછી ડેવલપર અન્ય ભાષિકોને વેચી શકાશે એવો કાયદો બનાવવો જોઈએ, એમ શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે પક્ષના વિધાનસભ્ય મિલિંદ નાર્વેકરે પાર્લે પંચમ નામની સામાજિક સંસ્થા દ્વારા કરવામાં આવેલી માગણીને ટાંકીને આવો કાયદો બનાવવાની માગણી રાજ્ય વિધાનમંડળના ગૃહમાં કરી હતી.
આના જવાબમાં મંત્રી શંભુરાજ દેસાઈએ જાહેરાત કરી હતી કે જો મુંબઈમાં મરાઠી લોકોને ઘર નકારવામાં આવે તો બિલ્ડર સામે કઠોર કાર્યવાહી કરવામાં આવશે. પાર્લે પંચમ સંગઠન તરફથી ગૃહ વિભાગને કોઈ રજૂઆત મળી નથી. જોકે વિધાનસભ્યોએ કહ્યું તેમ, જો મુંબઈમાં મરાઠી લોકોને ઘર નકારવામાં આવે છે, તો સંબંધિત બિલ્ડર સામે કાર્યવાહી કરવામાં આવશે.મુંબઈ, ઉપનગરો અને મહારાષ્ટ્રમાં કોઈને પણ મરાઠી વ્યક્તિને ઘર આપવાનો ઇનકાર કરવાનો અધિકાર નથી.

જો મકાન આપવાનો ઇનકાર કરવાની ફરિયાદ મળશે, તો મહાયુતિ સરકાર તેની સામે કડક કાર્યવાહી કરશે. મહારાષ્ટ્ર અને મુંબઈમાં પહેલો અધિકાર મરાઠી લોકોનો છે. મુંબઈ મરાઠી લોકોનું છે, રાજ્યમાં મરાઠી લોકોના અધિકારોની અવગણના કરવામાં નહીં આવવી જોઈએ. મહાયુતિ સરકાર તેમના અધિકારોનું રક્ષણ કરવા માટે કામ કરશે, એમ શંભુરાજ દેસાઈએ જણાવ્યું હતું.

For more details… Contact 9322529232 / 9324483455
